નિર્જરા દ્વાર ૧૩૩
વૈરાગ્યશક્તિનું વર્ણન (સોરઠા)
पूर्व उदै सनबंध, विषै भोगवै समकिती।
करै न नूतन बन्ध, महिमा ग्यान विरागकी।। ६।।
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી વિષય આદિ ભોગવે છે
પણ કર્મબંધ થતો નથી, એ જ્ઞાન અને વૈરાગ્યનો પ્રભાવ છે. ૬.
જ્ઞાન–વૈરાગ્યથી મોક્ષની પ્રાપ્તિ છે. (સવૈયા એકત્રીસા)
सम्यकवंत सदा उर अंतर,
ग्यान विराग उभै गुन धारै।।
जासु प्रभाव लखै निज लच्छन,
जीव अजीव दसा निखारै।।
आतमकौ अनुभौ करि ह्वै थिर,
आप तरै अर औरनि तारै।
साधि सुदर्व लहै सिव सर्म,
सु कर्म–उपाधि विथा वमि डारै।। ७।।
શબ્દાર્થઃ– ઉર=હૃદય. પ્રભાવ=પ્રતાપથી. નિરવારૈ=નિર્ણય કરે.
ઔરનિ=બીજાઓને. સુદ્રવ્ય (સ્વદ્રવ્ય)=આત્મતત્ત્વ. સર્મ(શર્મ)=આનંદ.
ઉપાધિ=દ્વંદ્વ-ફંદ. વ્યથા=કષ્ટ. વમિ ડારૈ=કાઢી નાખે છે.
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ સદૈવ અંતઃકરણમાં જ્ઞાન અને વૈરાગ્ય બન્ને ગુણ
ધારણ કરે છે જેના પ્રતાપથી નિજ આત્મસ્વરૂપને દેખે છે અને જીવ-અજીવ તત્ત્વોનો
_________________________________________________________________
नाश्नुते विषयसेवनेऽपि यत्स्वं फलं विषयसेवनस्य ना।
ज्ञानवैभवविरागताबलात्सेवकोऽपि तदसावसेवकः।। ३।।
सम्यग्द्रष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या।
यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।। ४।।