૧૩૮ સમયસાર નાટક
જીવની શયન અને જાગૃત દશા કહેવાની પ્રતિજ્ઞા (દોહરા)
एतेपर बहुरौंसुगुरु, बोलैं वचन रसाल।
सैन दसा जागृत दसा, कहै दुहूंकी चाल।। १३।।
શબ્દાર્થઃ– રસાલ=મીઠા. સૈન (શયન)=સૂતેલી. દસા=અવસ્થા.
અર્થઃ– આમ છતાં ફરીથી કૃપાળુ સુગુરુ જીવની નિદ્રિત અને જાગૃત દશાનું
કથન મધુર વચનોમાં કહે છે. ૧૩.
काया चित्रसारीमैं करम परजंक भारी,
मायाकी संवारी सेज चादरि कलपना।
सैन करै चेतन अचैतना नींद लियैं,
मोहकी मरोर यहै लोचनकौ ढपना।।
उदै बल जोर यहै स्वासकौ सबद घोर,
विषै–सुख कारजकी दौर यहै सपना।
ऐसी मूढ़ दसामैं मगन रहै तिहूं काल,
धावै भ्रम जालमैं न पावै रूप अपना।। १४।।
શબ્દાર્થઃ– કાયા=શરીર. ચિત્રસારી=શયનાગાર, સૂવાની જગ્યા, સંવારી=સજી,
પરજંક (પર્યંક)=પલંગ. સેજ=પથારી. ચાદરિ=ઓઢવાનું વસ્ત્ર. અચેતના=સ્વરૂપને
ભૂલી જવું તે. લોચન=આંખ. સ્વાસકૌ સબદ=નસકોરાં બોલાવવાં.
અર્થઃ– શરીરરૂપી મહેલમાં કર્મરૂપી મોટો પલંગ છે, માયાની પથારી સજેલી
છે, કલ્પનારૂપી*ચાદર છે, સ્વરૂપની ભૂલરૂપ નિદ્રા લઈ રહ્યો છે, મોહની લહેરોથી
આંખની પાંપણ ઢંકાઈ ગઈ છે, કર્મોદયની જોરાવરી એ નસકોરાંનો ઘુરકાટ છે,
વિષયસુખનાં કાર્યો માટે ભટકવું એ સ્વપ્ન છે; આવી અજ્ઞાન દશામાં આત્મા સદા
મગ્ન થઈને મિથ્યાત્વમાં ભટકતો ફરે છે પરંતુ પોતાના આત્મસ્વરૂપને જોતો નથી.
૧૪.
_________________________________________________________________
* જ્યારે રાગ-દ્વેષનાં બાહ્ય નિમિત્ત નથી મળતાં ત્યારે મનમાં જાતજાતનાં સંકલ્પ-વિકલ્પ કરવા તે.