નિર્જરા દ્વાર ૧પપ
વિષયવાસનાઓથી વિરક્ત રહેવાનો ઉપદેશ (સવૈયા એકત્રીસા)
जौलौं ग्यानकौ उदोत तौलौं नहि बंध होत,
बरतै मिथ्यात तब नाना बंधहोहि है।
ऐसौ भेद सुनिकै लग्यौ तू विषै भौगनिसौं,
जोगनिसौं उद्दमकी रीतितैं बिछोहि है।।
सुनु भैया संत तू कहै मैं समकितवंत,
यहु तौ एकंत भगवंतकौ दिरोहि है।
विषैसौं विमुख होहि अनुभौ दसा अरोहि,
मोख सुख टोहि तोहि ऐसी मति सोहि है।। ४०।।
શબ્દાર્થઃ– ઉદોત (ઉદ્યોત)=અજવાળું. જોગ=સંયમ. બિછોહિ હૈ=છોડી દીધી
છે. ઉદ્દમ=પ્રયત્ન. દિરોહિ (દ્રોહી)=વેરી (અહિત કરનાર). અરોહિ=ગ્રહણ કરીને.
ટોહિ=જોઈને. સોહિ હૈ=શોભા આપે છે.
અર્થઃ– હે ભાઈ ભવ્ય! સાંભળો. જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ રહે છે ત્યાં સુધી
બંધ થતો નથી અને મિથ્યાત્વના ઉદયમાં અનેક બંધ થાય છે, એવી ચર્ચા સાંભળીને
તમે વિષયભોગમાં લાગી જાવ, તથા સંયમ, ધ્યાન, ચારિત્રને છોડી દો અને પોતાને
સમ્યકત્વી કહો તો તમારું આ કહેવું એકાંત મિથ્યાત્વ છે અને આત્માનું અહિત કરે
છે. વિષયસુખથી વિરક્ત થઈને આત્મ-અનુભવ ગ્રહણ કરીને મોક્ષસુખ સન્મુખ
જુઓ એવી બુદ્ધિમત્તા તમને શોભા આપશે.
ભાવાર્થઃ– જ્ઞાનીને બંધ થતો નથી એવો એકાંતપક્ષ ગ્રહણ કરીને
વિષયસુખમાં નિરંકુશ ન થઈ જવું જોઈએ, મોક્ષસુખ સન્મુખ જોવું જોઈએ. ૪૦.
_________________________________________________________________
ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते
भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः।
बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते
ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्रुवम्।। १९।।