નિર્જરા દ્વાર ૧૬૯
શબ્દાર્થઃ– સંસૈ (સંશય) = સંદેહ. ભાનિ=નાશ કરીને. થિતિ ઠાનૈ=સ્થિર
કરે. બોધ=રત્નત્રય. તરંગ=લહેર. ઉછાહ=ઉત્સાહ. ઈતમેં=અહીં (સંસારમાં).
અર્થઃ– સ્વરૂપમાં સંદેહ ન કરવો એ નિઃશંકિત અંગ છે, શુભ ક્રિયા કરીને
તેના ફળની અભિલાષા ન કરવી એ નિઃકાંક્ષિત અંગ છે, દુઃખદાયક પદાર્થ જોઈને
ગ્લાનિ ન કરવી એ નિર્વિચિકિત્સા અંગ છે, મૂર્ખાઈ છોડીને તત્ત્વોનો યથાર્થ નિર્ણય
કરવો એ અમૂઢદ્રષ્ટિ અંગ છે, બીજાઓના દોષ પ્રગટ ન કરવા એ ઉપગૂહન અંગ
છે, ચિત્તની ચંચળતા દૂર કરીને રત્નત્રયમાં સ્થિર થવું તે સ્થિતિકરણ અંગ છે,
આત્મસ્વરૂપમાં અનુરાગ રાખવો તે વાત્સલ્ય અંગ છે, આત્માની ઉન્નતિ માટે
ઉત્સાહિત રહેવું એ પ્રભાવના અંગ છે, આ આઠ અંગોનું પ્રગટ થવું તે સમ્યકત્વ છે,
તે સમ્યકત્વને જે ધારણ કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ જ મોક્ષ પામે છે અને
પછી આ સંસારમાં આવતો નથી.
વિશેષઃ– જેવી રીતે શરીરના આઠ અંગ* હોય છે અને તે પોતાના અંગી
અર્થાત્ શરીરથી પૃથક્ થતાં નથી અને શરીર તે અંગોથી પૃથક્ થતું નથી. તેવી જ
રીતે સમ્યગ્દર્શનનાં નિઃશંકિત આદિ આઠ અંગ હોય છે અને તે પોતાના અંગી
અર્થાત્ સમ્યગ્દર્શનથી પૃથક્ થતાં નથી અને સમ્યગ્દર્શન આઠ અંગોથી જુદું હોતું
નથી-આઠ અંગોનો સમુદાય જ સમ્યગ્દર્શન છે.૬૦.
ચૈતન્ય નટનું નાટક (સવૈયા એકત્રીસા)
पूर्व बंध नासै सो तो संगीत कला प्रकासै,
नव बंध रुंधि ताल तोरत उछरिकै।
निसंकित आदि अष्ट अंग संग सखा जोरि,
समता अलाप चारी करै सुर भरिकै।।
_________________________________________________________________
* સિર નિતંબ ઉર પીઠ કર, જુગલ જુગલ પદ ટેક; આઠ અંગ યે તન વિષૈં, ઔર ઉપંગ અનેક.
रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः
प्राग्बद्धं तु क्षयमुपनयन् निर्जरोजृम्भणेन।
सम्यग्द्रष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं
ज्ञानं भूत्वा नटति गगनाभोगरङ्गं विगाह्य।। ३०।।