Natak Samaysar (Gujarati). Saatma adhikaarno saar.

< Previous Page   Next Page >


Page 170 of 444
PDF/HTML Page 197 of 471

 

background image
૧૭૦ સમયસાર નાટક
निरजरा नाद गाजै ध्यान मिरदंग बाजै,
छक्यौ महानंदमैं समाधि रीझि करिकै।
सत्ता रंगभूमिमैं मुक्त भयौ तिहूं काल,
नाचै सुद्धदिष्टि नट ग्यान स्वांग धरिकै।। ६१।।
શબ્દાર્થઃ– સંગીત=ગાયન. સખા= સાથી. નાદ=ધ્વનિ. છકયૌ=લીન થયો.
મહાનંદ=મહાન હર્ષ. રંગભૂમિ=નાટયશાળા.
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ રૂપી નટ, જ્ઞાનનો સ્વાંગ ધારણ કરીને સત્તારૂપ
રંગભૂમિમાં મોક્ષ થવાને માટે સદા નૃત્ય કરે છે; પૂર્વબંધનો નાશ તેની ગાયનવિદ્યા
છે, નવીન બંધનો સંવર જાણે કે તેના તાલની મેળવણી છે, નિઃશંકિત આદિ આઠ
અંગ તેના સહચારી છે, સમતાનો આલાપ સ્વરોનું ઉચ્ચારણ છે, નિર્જરાની ધ્વનિ
થઈ રહી છે, ધ્યાનનું મૃદંગ વાગે છે, સમાધિરૂપ ગાયનમાં લીન થઈને ખૂબ
આનંદમાં મસ્ત છે. ૬૧.
સાતમા અધિકારનો સાર
સંસારી જીવ અનાદિકાળથી પોતાનું સ્વરૂપ ભૂલેલા છે, એ કારણે પ્રથમ તો
તેમને આત્મહિત કરવાની ભાવના જ થતી નથી, જો કોઈવાર આ વિષયમાં પ્રયત્ન
પણ કરે છે તો સત્યમાર્ગ નહિ મળવાથી ઘણું કરીને વ્યવહારમાં લીન થઈને સંસારને
જ વધારે છે અને અનંત કર્મોનો બંધ કરે છે પરંતુ સમ્યગ્જ્ઞાનરૂપી ખીલાનો સહારો
મળતાં ગૃહસ્થ માર્ગ અને પરિગ્રહ-સંગ્રહની ઉપાધિ હોવા છતાં પણ જીવ સંસારની
ચક્કીમાં પીસાતો નથી અને બીજાઓને જગતની જાળમાંથી છૂટવાનો રસ્તો બતાવે
છે. તેથી મુક્તિનો ઉપાય જ્ઞાન છે, બાહ્ય આડંબર નથી. અને જ્ઞાન વિના બધી ક્રિયા
ભાર જ છે, કર્મનો બંધ અજ્ઞાનની દશામાં જ થાય છે. જેવી રીતે રેશમનો કીડો
પોતાની જાતે જ પોતાની ઉપર જાળ વીંટે છે તેવી જ રીતે અજ્ઞાની પોતાની જાતે જ
શરીર આદિમાં અહંબુદ્ધિ કરીને પોતાની ઉપર અનંત કર્મોનો બંધ કરે છે, પણ
જ્ઞાનીઓ સંપત્તિમાં હર્ષ કરતા નથી, વિપત્તિમાં વિષાદ કરતા નથી, સંપત્તિ અને
વિપત્તિને કર્મજનિત જાણે છે તેથી તેમને સંસારમાં ન કોઈ પદાર્થ સંપત્તિ છે ન કોઈ
પદાર્થ વિપત્તિ છે, તેઓ તો જ્ઞાન- વૈરાગ્યમાં મસ્ત રહે છે. તેમને માટે