બંધ દ્વાર ૧૭૩
અર્થઃ– જેણે મોહનો દારૂ પાઈને સંસારી જીવોને વ્યાકુળ કરી નાખ્યાં છે, જેના
હાથ ઘુંટણ સુધી લાંબા છે એવી સંસારમાં પ્રસિદ્ધિ છે, જે મહા જાળ સમાન છે અને
જે જ્ઞાનરૂપી ચંદ્રમાને તેજરહિત કરવા માટે રાહુ સમાન છે એવા બંધરૂપ ભયંકર
યોદ્ધાનું બળ નષ્ટ કરવાને માટે જે હૃદયમાં ઉત્પન્ન થયો છે, જે બહુ બળવાન, મહાન
અને પુરુષાર્થી છેઃ એવા આનંદમય સમ્યકત્વરૂપી યોદ્ધાને પંડિત બનારસીદાસજી
વારંવાર નમસ્કાર કરે છે. ૨.
જ્ઞાનચેતના અને કર્મચેતનાનું વર્ણન (સવૈયા એકત્રીસા)
जहां परमातम कलाकौ परकास तहां,
धरम धरामैंसत्य सूरजकी धूप है।
जहां सुभ असुभ करमकौ गढ़ास तहां,
मोहके बिलासमैं महा अंधेर कूप है।
फैली फिरै घटासी छटासी घन–घटा बीचि,
चेतनकी चेतना दुहूंधा गुपचूपहै।
बुद्धिसौं न गही जाइ बैनसौं न कही जाइ,
पानीकी तरंग जैसैं पानीमैं गुडूप है।। ३।।
શબ્દાર્થઃ– ધરા=ભૂમિ. ગઢાસ = ગાઢપણું. છટા = વીજળી. ઘન= વાદળું.
દુહૂંધા = બન્ને તરફ, બન્ને અવસ્થાઓમાં. બૈન= વચન. ગુડૂપ= ડૂબી.
અર્થઃ– જ્યાં આત્મામાં જ્ઞાનની જ્યોતિ પ્રકાશિત છે ત્યાં ધર્મરૂપી ધરતી પર
સત્યરૂપ સૂર્યનું અજવાળું છે અને જ્યાં શુભ-અશુભ કર્મોની સઘનતા છે ત્યાં મોહના
ફેલાવાનો ઘોર અંધકારમય કૂવો જ છે. આ રીતે જીવની ચેતના બન્ને અવસ્થાઓમાં
ગુપચૂપ થઈને શરીર રૂપી વાદળાની ઘટામાં વીજળીની જેમ ફેલાઈ રહી છે. તે
બુદ્ધિગ્રાહ્ય નથી અને ન વચનગોચર છે, તે તો પાણીનાં તરંગની જેમ પાણીમાં જ
સમાઈ જાય છે. ૩.