૧૭૪ સમયસાર નાટક
કર્મબંધનું કારણ અશુદ્ધ ઉપયોગ છે. (સવૈયા એકત્રીસા)
कर्मजाल–वर्गनासौं जगमैं न बंधै जीव,
बंधै न कदापि मन–वच–काय–जोगसौं।
चेतन अचेतनकी हिंसासौं न बंधै जीव,
बंधै न अलख पंच–विषै–विष–रोगसौं।।
कर्मसौं अबंध सिद्ध जोगसौं अबंध जिन,
हिंसासौं अबंध साधु ग्याता विषै–भोगसौं।
इत्यादिक वस्तुके मिलापसौं न बंधै जीव,
बंधै एक रागादि असुद्ध उपयोगसौं।। ४।।
શબ્દાર્થઃ– વર્ગના= કર્મપરમાણુઓના સમૂહને વર્ગણા કહે છે. કદાપિ= કદી
પણ. અલખ= આત્મા. પંચ વિષૈ=પાંચ ઇન્દ્રિયોના વિષય-ભોગ. અસુદ્ધ
ઉપયોગ=જીવની શુભાશુભ પરિણતિ.
અર્થઃ– જીવને બંધનું કારણ ન તો કાર્માણ વર્ગણા છે, ન મન-વચન-કાયાના
યોગ છે, ન ચેતન-અચેતનની હિંસા છે અને ન ઈન્દ્રિયોના વિષયો છે, કેવળ રાગ
આદિ અશુદ્ધ ઉપયોગ બંધનું કારણ છે. કેમકે કાર્માણ વર્ગણા રહેવા છતાં પણ સિદ્ધ
ભગવાન અબંધ રહે છે, યોગ હોવા છતાં પણ અરહંત ભગવાન અબંધ રહે છે,
હિંસા* થઈ જવા છતાં પણ મુનિ મહારાજ અબંધ રહે છે અને
_________________________________________________________________
* મનોયોગ બે-સત્ય મનોયોગ, અનુભય મનોયોગ. વચનયોગ બે-સત્ય વચનયોગ, અનુભય
વચનયોગ. કાયયોગ ત્રણ-ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર કાયયોગ અને કાર્માણ કાયયોગ-
એવા સાત યોગ સયોગી જિનરાજને હોય છે.
* ત્રસ સ્થાવર હિંસાના ત્યાગી મહાવ્રતી મુનિ ઈર્યાસમિતિપૂર્વક વિહાર કરે છે અને અકસ્માત કોઈ
જીવ તેમના પગ નીચે આવી પડે તથા મરી જાય તો પ્રમત્તયોગ ન હોવાથી તેમને હિંસાનો બંધ
થતો નથી.
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृतः।
यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः
स एव किल केवलं भवतिबन्धहेतुर्नृणाम्।। २।।