બંધ દ્વાર ૧૭પ
પાંચ ઈન્દ્રિયોના ભોગ ભોગવવા છતાં પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ અબંધ રહે છે.
ભાવાર્થઃ– કાર્માણવર્ગણા, યોગ, હિંસા, ઈન્દ્રિય-વિષયભોગ-એ બંધના કારણ
કહેવાય છે પરંતુ સિદ્ધાલયમાં અનંતાનંત કાર્માણ પુદ્ગલવર્ગણાઓ ભરેલી છે, તે
રાગાદિ વિના સિદ્ધ ભગવાન સાથે બંધાતી નથી; તેરમા ગુણસ્થાનવર્તી અરિહંત
ભગવાનને મન-વચન-કાયાના યોગ રહે છે પરંતુ રાગ-દ્વેષ આદિ થતાં નથી તેથી
તેમને કર્મબંધ થતો નથી; મહાવ્રતી સાધુઓથી અબુદ્ધિપૂર્વક હિંસા થયા કરે છે પરંતુ
રાગ-દ્વેષ ન હોવાથી તેમને બંધ નથી, અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ જીવ પંચેન્દ્રિયના વિષયો
ભોગવે છે પણ તલ્લીનતા ન હોવાથી તેમને નિર્જરા જ થાય છે, તેથી સ્પષ્ટ છે કે
કાર્માણવર્ગણાઓ યોગ, હિંસા અને સાંસારિક વિષય બંધના કારણ નથી; કેવળ
અશુદ્ધ ઉપયોગથી જ બંધ થાય છે. ૪.
વળી–
कर्मजाल–वर्गनाकौ वास लोकाकासमांहि,
मन–वच–कायकौ निवास गति आउमैं।
चेतन अचेतनकी हिंसा वसै पुग्गलमैं,
विषैभोग वरतै उदैके उरझाउमैं।।
रागादिक सुद्धता असुद्धता है अलखकी,
यहै उपादान हेतु बंधके बढ़ाउमैं।
याहीतैं विचच्छन अबंध कह्यौ तिहूं काल,
राग दोष मोह नाहीं सम्यक सुभाउमैं।। ५।।
શબ્દાર્થઃ– લોકાકાસ=જેટલા આકાશમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને
કાળ-એ પાંચ દ્રવ્યો પ્રાપ્ત થાય છે તે. ઉપાદાન હેતુ = જે સ્વયં કાર્ય કરે. વિચચ્છન
=સમ્યગ્દ્રષ્ટિ. તિહૂં કાલ= ભૂત, ભવિષ્ય, વર્તમાન.
_________________________________________________________________
लोकः कर्म ततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत्
तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्।
रागादीनुपयोगभूमिमनयन् ज्ञानं भवेत् केवलं
बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्द्रगात्मा ध्रुवम्।। ३।।