બંધ દ્વાર ૧૭૯
છે, તે કાચ અને રત્નનું મૂલ્ય સમજતો નથી, તેવી જ રીતે મિથ્યાત્વી જીવ
અતત્ત્વમાં મગ્ન રહે છે અને અતત્ત્વને જ ગ્રહણ કરે છે, તે સત્-અસત્ને જાણતો
નથી. સંસારમાં હીરાની પરીક્ષા ઝવેરી જ જાણે છે, સાચ-જૂઠની ઓળખાણ માત્ર
જ્ઞાનદ્રષ્ટિથી થાય છે. જે જે અવસ્થામાં રહેવાવાળો છે તે તેને જ સારી જાણે છે અને
જેનું જેવું સ્વરૂપ છે તે તેવી જ પરિણતિ કરે છે, અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાત્વને
જ ગ્રાહ્ય સમજે છે અને તેને અપનાવે છે તથા સમ્યકત્વી સમ્યકત્વને ગ્રાહ્ય જાણે છે
અથવા તેને અપનાવે છે.
ભાવાર્થઃ– ઝવેરી મણિની પરીક્ષા કરી લે છે અને કાચને કાચ જાણીને તેની
કદર કરતો નથી, પણ મૂર્ખાઓ કાચને હીરો અને હીરાને કાચ સમજીને કાચની કદર
અને હીરાનો અનાદર કરે છે, તેવી જ રીતે સમ્યદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિની હાલત રહે
છે અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ જીવ અતત્ત્વનું જ તત્ત્વશ્રદ્ધાન કરે છે અને સમ્યગ્દ્રષ્ટિ જીવ
પદાર્થનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ કરે છે.૧૦.
જેવી ક્રિયા તેવું ફળ (દોહરા)
बंध बढ़ावै अंध ह्वै, ते आलसी अजान।
मुकति हेतु करनी करैं, ते नर उद्दिमवान।। ११।।
શબ્દાર્થઃ– અંધ=વિવેકહીન. આલસી=પ્રમાદી. અજાન (અજ્ઞાન) =અજ્ઞાની.
ઉદ્દિમવાન=પુરુષાર્થી.
અર્થઃ– જે વિવેકહીન થઈને કર્મનીબંધ-પરંપરા વધારે છે તેઓ અજ્ઞાની તથા
પ્રમાદી છે અને જે મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેઓ પુરુષાર્થી છે. ૧૧.
જ્યાંસુધી જ્ઞાન છે ત્યાંસુધી વૈરાગ્ય છે. (સવૈયા એકત્રીસા)
जबलग जीव सुद्धवस्तुकौं विचारै ध्यावै,
तबलग भौंगसौं उदासी सरवंग है।
_________________________________________________________________
जानाति यः स न करोति करोति यस्तु
जानात्ययं न खलु तत्किल कर्मरागः।
रागं त्वबोधमयमध्यवसायमाहु–
र्मिथ्याद्रशः स नियतं स च बन्धहेतुः।। ५।।