૧૮૦ સમયસાર નાટક
भोगमैं मगन तब ग्यानकी जगन नांहि,
भोग–अभिलाषकी दसा मिथ्यात अंग है।।
तातैं विषै–भोगमैं मगन सो मिथ्याती जीव,
भोगसौं उदास सो समकिती अभंगहै।
ऐसी जानि भोगसौं उदास ह्वै मुकति साधै,
यहै मनचंग तौ कठौती मांहि गंग है।। १२।।
શબ્દાર્થઃ– ઉદાસી=વિરક્ત. સરવંગ=તદ્દન. જગન=ઉદય. અભિલાષ=ઈચ્છા.
મુકિત (મુકતિ)= મોક્ષ. ચંગ (ચંગા)=પવિત્ર. કઠૌતી =કથરોટ.
અર્થઃ– જ્યાં સુધી જીવનો વિચાર શુદ્ધ વસ્તુમાં રમે છે ત્યાં સુધી તે ભોગોથી
સર્વથા વિરક્ત રહે છે અને જ્યારે ભોગોમાં લીન થાય છે ત્યારે જ્ઞાનનો ઉદય રહેતો
નથી કારણ કે ભોગોની ઈચ્છા અજ્ઞાનનું રૂપ છે. તેથી સ્પષ્ટ છે કે જે જીવ ભોગોમાં
મગ્ન રહે છે તે મિથ્યાત્વી છે અને જે ભોગોથી વિરક્ત છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. એમ
જાણીને ભોગોથી વિરક્ત થઈને મોક્ષનું સાધન કરો! જો મન પવિત્ર હોય તો
કથરોટના પાણીમાં નાહવું તે જ ગંગા-સ્નાન સમાન છે અને જો મન મિથ્યાત્વ,
વિષયકષાય આદિથી મલિન છે તો ગંગા આદિ કરોડો તીર્થોના સ્નાનથી પણ
આત્મામાં પવિત્રતા આવતી નથી. ૧૨.
ચાર પુરુષાર્થ (દોહરા)
धरम अरथ अरु काम सिव, पुरुषारथ चतुरंग।
कुधी कलपना गहि रहै, सुधी गहै सरवंग।। १३।।
શબ્દાર્થઃ– પુરુષારથ= ઉત્તમ પદાર્થ. ચતુરંગ=ચાર. કુધી=મૂર્ખ. સુધી =જ્ઞાની.
સરવંગ (સર્વાંગ)=પૂર્ણ.
અર્થઃ– ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ પુરુષાર્થના ચાર અંગ છે, દુર્બુદ્ધિ જીવ
તેમનું મન ફાવે તેમ ગ્રહણ કરે છે અને સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની જીવ સંપૂર્ણ રીતે વાસ્તવિક
રૂપમાં અંગીકાર કરે છે. ૧૩.