Natak Samaysar (Gujarati). Gatha: 16 (Bandh Dvar).

< Previous Page   Next Page >


Page 182 of 444
PDF/HTML Page 209 of 471

 

background image
૧૮૨ સમયસાર નાટક
साधन आराधनकी सौंज रहै जाके संग,
भूल्यौ फिरै मूरख मिथ्यातकी अलटमैं।। १५।।
શબ્દાર્થઃ– વિલેછ=ભિન્ન ભિન્ન ગ્રહણ કરવું. સંગ્રહૈ=ગ્રહણ કરે.
નિરાસપદ=નિસ્પૃહતા. સૌંજ=સામગ્રી. અલટ=ભ્રમ.
અર્થઃ– વસ્તુસ્વભાવને યથાર્થ જાણવું તે ધર્મ-પુરુષાર્થની સિદ્ધિ છે, છ દ્રવ્યોનું
ભિન્ન ભિન્ન જાણવું તે અર્થ - પુરુષાર્થની સાધના છે, નિસ્પૃહતાનું ગ્રહણ કરવું તે
કામ-પુરુષાર્થની સિદ્ધિ છે અને આત્મસ્વરૂપની શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષ-
પુરુષાર્થની સિદ્ધિ છે. આવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોને
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના હૃદયમાં સદા અંતર્દ્રષ્ટિથી દેખે છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ
મિથ્યાત્વના ભ્રમમાં પડીને ચારે પુરુષાર્થોની સાધક અને આરાધક સામગ્રી પાસે
રહેવા છતાં પણ તેમને જોતો નથી અને બહાર ગોત્યા કરે છે. ૧પ.
વસ્તુનું સત્ય સ્વરૂપ અને મૂર્ખનો વિચાર (સવૈયા એકત્રીસા)
तिहुं लोकमांहि तिहुं काल सब जीवनिकौ,
पूरव करम उदै आइ रस देतु है।
कोउ दीरधाउ धरै कोउ अलपाउ मरै,
कोउ दुखी कोउ सुखी कोउ समचेतु है।।
याहि मैं जिवायौ याहि मारौ याहि सुखी करौ,
याहि दुखी करौ ऐसे मूढ़ मानलेतु है।
याही अहंबुद्धिसौं न विनसैं भरम भूल,
यहै मिथ्या धरम करम–बंध–हेतु है।। १६।।
શબ્દાર્થઃ– દીરઘાઉ (દીર્ઘાયુ)=અધિક ઉંમર. અલપાઉ (અલ્પાયુ)= નાની
ઉંમર.
_________________________________________________________________
सर्वं सदैव नियतं भवति स्वकीय–
कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्।
अज्ञानमेतदिह यत्तु परः परस्य
कुर्यात्पुमान् मरणजीवितदुःखसौख्यम्।। ६।।