Natak Samaysar (Gujarati). Gatha: 17 (Bandh Dvar).

< Previous Page   Next Page >


Page 183 of 444
PDF/HTML Page 210 of 471

 

background image
બંધ દ્વાર ૧૮૩
જિવાયૌ=જીવાડયો. મૂઢ=મિથ્યાદ્રષ્ટિ. હેતુ=કારણ.
અર્થઃ– ત્રણ લોક અને ત્રણ કાળમાં જગતના સર્વ જીવોને પૂર્વઉપાર્જિત કર્મ
ઉદયમાં આવીને ફળ આપે છે જેથી કોઈ અધિક આયુ મેળવે છે, કોઈ નાની ઉંમરમાં
મરે છે, કોઈ દુઃખી થાય છે, કોઈ સુખી થાય છે અને કોઈ સાધારણ સ્થિતિમાં રહે
છે. ત્યાં મિથ્યાદ્રષ્ટિ એમ માનવા લાગે છે કે મેં આને જીવાડયો, આને માર્યો, આને
સુખી કર્યો, આને દુઃખી કર્યો છે. આ જ અહંબુદ્ધિથી અજ્ઞાનનો પડદો દૂર થતો નથી
અને એ જ મિથ્યાભાવ છે જે કર્મબંધનું કારણ છે. ૧૬.
વળી–
जहांलौं जगतके निवासी जीव जगतमैं,
सबै असहाइ कोऊ काहूकौ न धनीहै।
जैसी जैसी पूरव करम–सत्ता बांधी जिन,
तेसी उदैमैं अवस्था आइ बनी है।।
एतेपरि जो कोउ कहै कि मैं जिवाऊं मारूं,
इत्यादि अनेक विकलप बात घनीहै।
सो तौ अहंबुद्धिसौं विकल भयौ तिहूं काल,
डोलै निज आतम सकति तिन हनी है।। १७।।
શબ્દાર્થઃ– અસહાઈ=નિરાધાર. ધની =રક્ષક. અવસ્થા=હાલત. ઘની=ઘણી.
વિકલ=બેચેન. ડોલૈ=ફરે છે. તિહૂંકાલ=સદૈવ. હની=નાશ કર્યો.
અર્થઃ– જ્યાં સુધી સંસારી જીવોને જન્મ-મરણરૂપ સંસાર છે ત્યાંસુધી તેઓ
અસહાય છે-કોઈ કોઈનો રક્ષક નથી. જેણે પૂર્વે જેવી કર્મસત્તા બાંધી છે તેના ઉદયમાં
તેની તેવી જ દશા થઈ જાય છે. આમ હોવા છતાં પણ જે કોઈ કહે
_________________________________________________________________
अज्ञानमेतदधिगम्य परात्परस्य
पश्यन्ति ये मरणजीवितदुः खसौख्यम्।
कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते
मिथ्याद्रशो नियतमात्महनो भवन्ति।। ७।।