૧૮૪ સમયસાર નાટક
છે કે હું પાળું છું, હું મારું છું ઈત્યાદિ અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે તેથી તે આ
જ અહંબુદ્ધિથી વ્યાકુળ થઈને સદા ભટકતો ફરે છે અને પોતાની આત્મશક્તિનો ઘાત
કરે છે. ૧૭.
ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ જીવોનો સ્વભાવ (સવૈયા એકત્રીસા)
उत्तम पुरुषकी दसा ज्यौं किसमिस दाख,
बाहिज अभिंतरविरागी मृदु अंग है।
मध्यम पुरुष नारिअरकीसी भांति लियैं,
बाहिज कठिन होय कोमल तरंग है।।
अधम पुरुष बदरीफल समान जाकैं,
बाहिरसैं दीसै नरमाई दिल संग है।
अधमसैं अधम पुरुष पूंगीफल सम,
अंतरंग बाहिज कठोर सरवंग है।। १८।।
શબ્દાર્થઃ– અભિંતર=અંદર. બદરીફલ=બોર. નરમાઈ=કોમળતા. દિલ =હૃદય.
સંગ=પથ્થર. પૂંગીફલ=સોપારી.
અર્થઃ– ઉત્તમ મનુષ્યનો સ્વભાવ અંતરમાં અને બહારમાં કિસમિસ દ્રાક્ષ જેવો
કોમળ (દયાળુ) હોય છે. મધ્યમ પુરુષનો સ્વભાવ નાળિયેર સમાન બહારમાં તો
કઠોર (અભિમાની) અને અંદરથી કોમળ રહે છે, અધમ પુરુષનો સ્વભાવ બોર
જેવો બહારથી કોમળ પણ અંદરથી કઠોર રહે છે અને અધમાધમ પુરુષનો સ્વભાવ
સોપારી જેવો અંદર અને બહારથી સર્વાંગે કઠોર રહે છે. ૧૮.
ઉત્તમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા)
कीचसौ कनक जाकै नीचसौ नरेस पद,
मीचसी मिताई गरुवाई जाकै गारसी।
जहरसी जोग–जाति कहरसी करामाति,
हहरसी हौस पुदगल–छबिछारसी।।