૧૮૬ સમયસાર નાટક
શબ્દાર્થઃ– મૂર=મૂળિયું, જડીબૂટ્ટી. ચેરા=ચેલો. જામ=પહોર. વિસરામ=ચેન.
વ્યાધિ=આપત્તિ. સમાધિ=સ્થિરતા.
અર્થઃ– જેવી રીતે કોઈ સજ્જનને કોઈ ઠગ જડીબૂટ્ટી ખવડાવી દે તો તે
મનુષ્ય ઠગોનો દાસ બની જાય છે અને તે ઠગોની આજ્ઞા પ્રમાણે ચાલે છે. પરંતુ
જ્યારે તે બુટ્ટીની અસર મટી જાય છે અને તેને ભાન આવે છે ત્યારે ઠગોને ભલા
ન જાણતો હોવા છતાં પણ તેમને આધીન રહીને અનેક પ્રકારના કષ્ટો સહન કરે છે.
તેવી જ રીતે અનાદિકાળનો મિથ્યાદ્રષ્ટિ જીવ સંસારમાં હંમેશા ભટકતો ફરે છે અને
ચેન પામતો નથી. પરંતુ જ્યારે જ્ઞાનજ્યોતિનો વિકાસ થાય છે ત્યારે અંતરંગમાં જોકે
વિરક્તભાવ રહે છે તોપણ કર્મ-ઉદયની પ્રબળતાને કારણે શાંતિ મેળવતો નથી.
(એવો મધ્યમ પુરુષ છે.) ૨૦.
અધમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા)
जैसैं रंक पुरुषकै भायैं कानी कौड़ी धन,
उलुवाके भायैं जैसैं संझा ही विहानहै।
कूकरुके भायैं ज्यौं पिडोर जिरवानी मठा,
सूकरुके भायैं ज्यौं पुरीष पकवानहै।।
बायसके भायैं जैसैं नींबकी निंबोरी दाख,
बालकके भायैं दंत–कथा ज्यौं पुरान है।
हिंसकके भायैं जैसैं हिंसामैं धरम तैसैं,
मूरखके भायैं सुभबंध निरवान है।। २१।।
શબ્દાર્થઃ– રંક=ગરીબ. ભાયૈં=પ્રિય લાગે. કાની=ફૂટેલી. ઉલુવા=ઘુવડ.
વિહાન=સવાર. કૂકરુ=કૂતરો. પિડોર=ઉલટી. સૂકરુ=સુવ્વર. પુરીષ=વિષ્ટા. વાયસ =
કાગડો. દંતકથા= લૌકિક વાર્તા. નિરવાન=મોક્ષ.
અર્થઃ– જેમ ગરીબ માણસને એક ફૂટેલી કોડી પણ સંપત્તિ સમાન પ્રિય લાગે
છે, ઘુવડને સંધ્યા જ સવાર સમાન ઈષ્ટ લાગે છે, કૂતરાને ઉલટી જ દહીં સમાન