૧૯૨ સમયસાર નાટક
तासौं कहै नांक ताके राखिवैकौं करै कांक,
लांकसौं खड़ग बांधि बांक धरै मनमैं।। २९।।
શબ્દાર્થઃ– મિરગાંક (મૃગાંક)= ચંદ્રમા. ઢાંક=ઢાંકણું. હાંક=પોકાર. ટાંક
(ટંક)=જોખવાનું એક માપ (ચાર માશા). ફાંક=ખંડ. કાંક= ઝગડો.
લાંક(લંક)=કમર. ખડગ (ખડ્ગ)= તલવાર. બાંક =વક્રતા.
અર્થઃ– અજ્ઞાની જીવને પોતાના સ્વરૂપની ખબર નથી, તેમાં કર્મોદયનો ડાંક*
લાગી રહ્યો છે, તેનું શુદ્ધ જ્ઞાન એવી રીતે દબાઈ ગયું છે જેમ ચંદ્ર વાદળાઓથી
દબાઇ જાય છે. જ્ઞાનરૂપ નેત્ર ઢંકાઈ જવાથી તે સદ્ગુરુની શિખામણ માનતો નથી,
મૂર્ખાઈવશ દરિદ્રી થઈને હંમેશા નિઃશંક ફરે છે. નાક છે તે તો માંસનો એક ટુકડો છે,
તેમાં ત્રણ કાણા છે, જાણે કોઈએ શરીરમાં ત્રણનો આંકડો જ લખી રાખ્યો છે, તેને
નાક કહે છે. તે નાક (અહંકાર) રાખવા માટે લડાઈ કરે છે, કમરે તલવાર બાંધે છે
અને મનમાં વક્રતા ધારણ કરે છે. ૨૯.
जैसैं कोउ कूकर छुधित सूके हाड़ चाबै,
हाड़निकी कोर चहुं ओरचुभैं मुखमैं।
गाल तालु रसना मसूढ़निकौ मांस फाटै,
चाटै निज रुधिरमगन स्वाद–सुखमैं।।
तैसैं मूढ विषयी पुरुष रति–रीति ठानै,
तामैं चित्त सानै हित मानै खेद दुखमैं।
देखै परतच्छ बल–हानि मल–मूत–खानि,
गहै न गिलानिपगि रहै राग–रुखमैं।। ३०।।
શબ્દાર્થઃ– પગિ રહૈ=મગ્ન થઈ જાય. રુખ=દ્વેષ.
અર્થઃ– જેમ ભૂખ્યો કૂતરો હાડકું ચાવે છે અને તેની અણી ચારે કોર મોઢામાં
વાગે છે, જેથી ગાલ, તાળવું, જીભ અને જડબાનું માંસ ચીરાઈ જાય છે અને લોહી
_________________________________________________________________
* સફેદ કાચ ઉપર જે રંગનો ડંક લગાવવામાં આવે છે તે જ રંગનો કાચ દેખાય છે. તેવી જ રીતે
જીવરૂપ કાચ પર કર્મનો ડંક લાગી રહ્યો છે, તેથી કર્મ જેવો રસ આપે તેવા જ રૂપે જીવાત્મા થઈ
જાય છે.