બંધ દ્વાર ૨૦૧
દોડવું એ જ તેનું કામ છે, તેના ગળા ઉપર જોતર લાગેલું છે (જેથી નીકળી શકતો
નથી,) દરેક ક્ષણે આરનો માર સહન કરતો મનમાં નાહિંમત થઈ ગયો છે, ભૂખ-
તરસ અને નિર્દય પુરુષો દ્વારા પ્રાપ્ત કષ્ટ ભોગવે છે, ક્ષણમાત્ર પણ વિસામો લેવાની
સ્થિરતા પામતો નથી અને પરાધીન થઈને ચક્કર ફરે છે. ૪૨.
સંસારી જીવોની હાલત. (સવૈયા એકત્રીસા)
जगतमैं डोलैं जगवासी नररूप धरैं,
प्रेतकेसे दीप किधौं रेतकेसे थूहे हैं।
दीसैं पट भूषन आडंबरसौं नीके फिरि,
फीके छिनमांझ सांझ–अंबर ज्यौं सूहे हैं।।
मोहके अनल दगे मायाकी मनीसौं पगे,
डाभकी अनीसौं लगे ओसकेसे फूहे हैं।
धरमकी बूझ नांहि उरझे भरममांहि,
नाचि नाचि मरि जांहि मरीकेसे चूहे हैं।। ४३।।
શબ્દાર્થઃ– ડોલૈ=ફરે. પ્રેતકેસે દીપ=સ્મશાનમાં જે દીવો સળગાવવામાં આવે છે
તે. રેતકેસે થૂહે=રેતીના ઢગલા. નીકે=સારા. ફીકે=મલિન. સાંઝ-અંબર=સંધ્યાનું
આકાશ. અનલ=અગ્નિ. દગે=બળે. ડાભકી=ઘાસની. અની=અણી. ફૂહે=ટીપા.
બૂઝ=ઓળખાણ. મરી=પ્લેગ.
અર્થઃ– સંસારી જીવ મનુષ્ય આદિનું શરીર ધારણ કરીને ભટકી રહ્યા છે તે
સ્મશાનના દીવા૧ અને રેતીના ટીંબા૨ જેવા ક્ષણભંગુર છે. વસ્ત્ર-આભૂષણ આદિથી
સારા દેખાય છે પરંતુ સંધ્યાના આકાશ જેવા ક્ષણવારમાં મલિન થઈ જાય છે. તેઓ
મોહની અગ્નિથી બળે છે છતાં પણ માયાની મમતામાં લીન થાય છે અને ઘાસ પર
પડેલ ઝાકળના ટીપાની જેમ ક્ષણમાત્રમાં નાશ પામી જાય છે. તેમને પોતાના
સ્વરૂપની ઓળખાણ નથી, ભ્રમમાં ભૂલી રહ્યા છે અને પ્લેગના
_________________________________________________________________
૧. જલદી ઓલવાઈ જાય છે, કોઇ રોકનાર નથી.
૨. મારવાડમાં પવનના નિમિત્તે રેતીના ટીંબા બને છે અને પાછા મટી જાય છે.