Natak Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 471

 

background image
XX
તેમણે જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ બિલકુલ છોડી દીધી,
ત્યાંસુધી કે ભગવાનને ચડાવેલું નૈવૈદ્ય પણ ખાવા લાગ્યા. આ દશા ફકત તેમની જ
નહોતી થઈ પણ તેમના મિત્ર ચન્દ્રભાણ, ઉદયકરણ અને થાનમલ્લજી આદિ પણ
આ જ અંધારામાં પડી ગયા હતા અને નિશ્ચયનયનું એટલા એકાંતરૂપે ગ્રહણ કરી
લીધું હતું કે-
નગન હોંહિં ચારોં જનેં, ફિરહિં કોઠરી માહિં;
કહહિં ભયે મુનિરાજ હમ, કછૂ પરિગ્રહ નાહિં.
સૌભાગ્યવશ પં. રૂપચંદજીનું આગ્રામાં આગમન થયું. પંડિતજીએ તેમને
અધ્યાત્મના એકાંત રોગથી ગ્રસિત જોઈને ગોમ્મટસારરૂપ ઔષધનો ઉપચાર કર્યો.
ગુણસ્થાન અનુસાર જ્ઞાન અને ક્રિયાઓનું વિધાન સારી રીતે સમજતાં જ તેમની
આંખો ખુલી ગઈ-
તબ બનારસી ઔરહિ ભયો, સ્યાદ્વાદ પરિણતિ પરણયો;
સુનિ સુનિ રૂપચંદકે બૈન, બનારસી ભયો
દ્રિઢ જૈન.
હિરદેમેં કછુ કાલિમા, હુતી સરદહન બીચ;
સોઉ મિટી સમતા ભઈ, રહી ન ઊંચ ન નીચ.
કેટલાક વર્ષોમાં તેમણે સૂક્તિમુક્તાવળી, અધ્યાત્મબત્તીસી, મોક્ષપૈડી, ફાગ,
ધમાલ, સિન્ધુચતુર્દશી, છૂટક કવિત્ત, શિવપચ્ચીસી, ભાવના, સહસ્રનામ, કર્મછત્તીસી,
અષ્ટક ગીત, વચનિકા આદિ કવિતાઓની રચના કરી. આ બધી કવિતાઓ
જિનાગમને અનુકૂળ જ થઈ છે-
સોલહ સૌ બાનવે લૌં, ક્યિો નિયત રસ પાન;
પૈ કવીસુરી સબ ભઈ,
સ્યાદ્વાદ પરમાન.
ગોમ્મટસાર વાંચી લીધા પછી જ્યારે તેમના હૃદયનાં પડ ખુલી ગયાં, ત્યારે
ભગવાન કુંદકુંદાચાર્ય પ્રણીત સમયસારનો ભાષા પદ્યાનુવાદ કરવાનું શરૂ કર્યું. ભાષા-
સાહિત્યમાં આ ગ્રંથ અદ્વિતીય અને અનુપમ છે. એમાં ઘણી સરળતાથી અધ્યાત્મ
જેવા કઠિન વિષયનું વર્ણન કર્યું છે. સંવત્ ૧૬૯૬માં એમનો એકનો એક પ્રિય પુત્ર
પણ આ અસાર સંસારમાંથી વિદાય થઈ ગયો. આ પુત્રશોકનો તેમના હૃદય ઉપર
ઘણો ઊંડો આઘાત થયો. તેમને આ સંસાર ભયાનક દેખાવા લાગ્યો. કારણ કે-