૨૦૬ સમયસાર નાટક
ऐसौ मन भ्रामक सुथिरु आजु कैसै होई,
औरहीकौ चंचल अनादिहीकौ वक्र है।। ५०।।
શબ્દાર્થઃ– પ્રવીણ = ચતુર. સક્ર (શક્ર) = ઇન્દ્ર. ઠાનત = કરે છે. મથાન =
વલોણું. તક્ર = છાશ. થાર = થાળી. હાર = માળા. ચક્ર = ચાકડો. ભ્રામક =
ભ્રમણ કરનાર. ચંચળ = ચપળ. વક્ર = વાંકું.
અર્થઃ– આ મન ક્ષણમાત્રમાં પંડિત બની જાય છે, ક્ષણમાત્રમાં માયામાં
મલિન થઈ જાય છે, ક્ષણમાત્રમાં વિષયોને માટે દીન બને છે, ક્ષણમાત્રમાં ગર્વથી
ઇન્દ્ર જેવું બની જાય છે, ક્ષણમાત્રમાં જ્યાં-ત્યાં દોડે છે અને ક્ષણમાત્રમાં અનેક વેષ
કાઢે છે. જેમ દહીં વલોવતાં છાશની ઉથલ-પાથલ થાય છે તેવો કોલાહલ મચાવે છે;
નટનો થાળ, રહેંટચક્રની માળ, નદીના પ્રવાહનું વમળ અથવા કુંભારના ચાકડાની
જેમ ઘૂમ્યા જ કરે છે. આવું ભ્રમણ કરનારું મન આજે કેવી રીતે સ્થિર થઈ શકે કે
જે સ્વભાવથી જ ચંચળ અને અનાદિકાળથી વક્ર છે. પ૦.
મનની ચંચળતા ઉપર જ્ઞાનનો પ્રભાવ. (સવૈયા એકત્રીસા)
धायौ सदा काल पै न पायौ कहूं साचौ सुख,
रूपसौं विमुख दुखकूपवास बसाहै।
धरमकौ घाती अधरमकौ संघाती महा,
कुरापाती जाकी संनिपातकीसी दसा है।।
मायाकौं झपटि गहै कायासौं लपटि रहै,
भूल्यौ भ्रम–भीरमैं बहीरकौसौ ससाहै।
ऐसौ मन चंचल पताकासौ अंचल सु,
ग्यानके जगेसौं निरवाण पथ धसा है।। ५१।।
શબ્દાર્થઃ– ધાયૌ = દોડયો. વિમુખ = વિરુદ્ધ. સંઘાતી = સાથી. કુરાપાતી =
ઉપદ્રવી. ગહૈ = પકડે. બહીર = શિકારી. સસા (શશા) = સસલું. પતાકા = ધ્વજા.
અંચલ = કપડું.
અર્થઃ– આ મન સુખને માટે સદાય ભટકતું રહ્યું છે પણ કયાંય સાચું સુખ
મેળવ્યું નથી. પોતાના સ્વાનુભવના સુખથી વિરુદ્ધ થઈ દુઃખના કુવામાં પડી રહ્યો