બંધ દ્વાર ૨૦૭
છે. ધર્મનો ઘાતક, અધર્મનો સાથી, મહાઉપદ્રવી સનેપાતના રોગી જેવો અસાવધાન
થઈ રહ્યો છે. ધન-સંપત્તિ આદિનું સ્ફૂર્તિથી ગ્રહણ કરે છે અને શરીરમાં સ્નેહ કરે
છે, ભ્રમજાળમાં પડયો થકો એવો ભૂલી રહ્યો છે જેવો શિકારીના ઘેરામાં સસલું
ભટકી રહ્યું હોય. આ મન ધજાના વસ્ત્રની જેમ ચંચળ છે, તે જ્ઞાનનો ઉદય થવાથી
મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે છે. પ૧.
મનની સ્થિરતાનો પ્રયત્ન (દોહરા)
जो मन विषै–कषायमैं, बरतै चंचल सोइ।
जो मन ध्यान विचारसौं, रुकै सु अविचल होइ।। ५२।।
શબ્દાર્થઃ– રુકૈ = રોકાય. અવિચલ = સ્થિર.
અર્થઃ– જે મન વિષય-કષાય આદિમાં વર્તે છે તે ચંચળ રહે છે અને જે
આત્મસ્વરૂપના ચિંતવનમાં લાગ્યું રહે છે તે સ્થિર થઈ જાય છે. પ૨.
વળી–(દોહરા)
तातैं विषै–कषायसौं, फेरि सु मनकी बांनि।
सुद्धातम अनुभौविषै, कीजै अविचल आनि।। ५३।।
શબ્દાર્થઃ– બાંનિ = આદત-સ્વભાવ. અવિચલ = સ્થિર. આનિ = લાવીને.
અર્થઃ– માટે મનની પ્રવૃત્તિ વિષય-કષાયથી ખસેડીને તેને શુદ્ધ આત્માનુભવ
તરફ લાવો અને સ્થિર કરો. પ૩.
આત્માનુભવ કરવાનો ઉપદેશ. (સવૈયા એકત્રીસા)
अलख अमूरति अरूपी अविनासी अज,
निराधार निगम निरंजन निरंध है।
नानारूप भेस धरै भेसकौ न लेस धरै,
चेतन प्रदेस धरै चेतनकौ खंध है।।
मोह धरै मोहीसौ विराजै तोमैं तोहीसौ,
न तोहीसौ न मोहीसौ न रागी निरबंध है।