૨૦૮ સમયસાર નાટક
ऐसौ चिदानंद याही घटमें निकट तेरे,
ताहि तू विचारु मन और सब धंध है।। ५४।।
શબ્દાર્થઃ– અમૂરતિ (અમૂર્તિ) = આકાર રહિત. અવિનાસી = નિત્ય. અજ
= જન્મ રહિત. નિગમ = જ્ઞાની. નિરંધ = અખંડ. ખંધ (સ્કંધ) = પિંડ ધંધ
(દ્વંદ્વ) = દ્વિવિધા.
અર્થઃ– આ આત્મા અલખ, અમૂર્તિક, અરૂપી, નિત્ય, અજન્મ, નિજાધાર,
જ્ઞાની, નિર્વિકાર અને અખંડ છે. અનેક શરીર ધારણ કરે છે પણ તે શરીરોના કોઈ
અંશરૂપ થઈ જતો નથી, ચેતન પ્રદેશોને ધારણ કરેલ ચૈતન્યનો પિંડ જ છે. જ્યારે
આત્મા શરીર આદિ પ્રત્યે મોહ કરે છે ત્યારે મોહી થઈ જાય છે અને જ્યારે અન્ય
વસ્તુઓમાં રાગ કરે છે ત્યારે તે રૂપ થઈ જાય છે, વાસ્તવમાં ન શરીરરૂપ છે અને
ન અન્ય વસ્તુઓ રૂપ છે, તે સર્વથા વીતરાગ અને કર્મબંધથી રહિત છે. હે મન!
આવો ચિદાનંદ આ જ શરીરમાં તારી પાસે છે તેનો તું વિચાર કર, તે સિવાયની
બીજી બધી જંજાળ છે. પ૪.
આત્માનુભવ કરવાની વિધિ (સવૈયા એકત્રીસા)
प्रथम सुद्रिष्टिसौं सरीररूप कीजै भिन्न,
तामें और सूच्छम सरीर भिन्नमानिये।
अष्टकर्मभावकी उपाधि सोऊ कीजै भिन्न,
ताहूमें सुबुद्धिकौ विलास भिन्न जानिये।।
तामें प्रभु चेतन विराजत अखंडरूप,
वहै श्रुतग्यानके प्रवांन उर आनिये।
वाहीकौ विचार करि वाहीमैं मगन हूजै,
वाकौ पद साधिबेकौं ऐसी विधि ठानिये।। ५५।।
શબ્દાર્થઃ– શરીર = ઔદારિક, વૈક્રિયક, આહારક. સૂચ્છમ સરીર (સૂક્ષ્મ
શરીર) = તૈજસ, કાર્મણ. અષ્ટકર્મભાવકી ઉપાધિ = રાગ-દ્વેષ-મોહ. સુબુદ્ધિકૌ
વિલાસ = ભેદવિજ્ઞાન.
અર્થઃ– પહેલાં ભેદવિજ્ઞાનથી સ્થૂળ શરીરને આત્માથી ભિન્ન માનવું