મોક્ષ દ્વાર ૨૧૭
પરિણતિનો વિનાશ કરે છે, ચક્રવર્તીને નવનિધિ૧ હોય છે, જ્ઞાની નવભક્તિ૨ ધારણ
કરે છે, ચક્રવર્તીને ચૌદ રત્ન૩ હોય છે, જ્ઞાનીઓને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના
ભેદરૂપ ચૌદ રત્ન૪ હોય છે; ચક્રવર્તીની પટરાણી દિગ્વિજય માટે જવાને સમયે
ચપટીથી વજ્રરત્નોનો ભૂકો કરીને ચોક પૂરે છે; જ્ઞાની જીવોની સુબુદ્ધિરૂપ પટરાણી
મોક્ષમાં જવાના શુકન કરવા માટે મહામોહરૂપ વજ્રનું ચૂર્ણ કરે છે; ચક્રવર્તીને હાથી,
ઘોડા, રથ, પાયદળ એવી ચતુરંગિણી સેના હોય છે, જ્ઞાની જીવોને પ્રત્યક્ષ, પરોક્ષ,
નય, પ્રમાણ અને નિક્ષેપ હોય છે. વિશેષ એ છે કે ચક્રવર્તીને શરીર હોય છે પણ
જ્ઞાની જીવ દેહથી વિરક્ત હોવાને કારણે શરીરરહિત હોય છે તેથી જ્ઞાની જીવોનું
પરાક્રમ ચક્રવર્તી સમાન છે. ૭.
નવ ભક્તિના નામ (દોહરા)
श्रवन कीरतन चिंतवन, सेवन बंदन ध्यान।
लघुता समताएकता, नौधा भक्ति प्रवान।। ८।।
શબ્દાર્થઃ– શ્રવણ = ઉપાદેય ગુણોનું સાંભળવું. કીરતન (કીર્તન) = ગુણોનું
વ્યાખ્યાન
_________________________________________________________________
૧. મહાકાલ અસિ મસિકે સાધન,દેત કાલનિધિ ગ્રંથ મહાન;
માનવ આયુધ ભાંડ નસરપ, સુભગ પિંગલા ભૂષન ખાન.
પાંડુક નિધિ સબ ધાન્ય દેત હૈ, કરૈ શંખ વાજિંત્ર પ્રદાન;
સર્વ રતન રત્નોંકી દાતા, વસ્ત્ર દેત નિધિ પદ્મ મહાન.
૨. નવ ભક્તિના નામ આગળના દોહામાં છે.
૩. ચક્રવર્તીને ચૌદ રત્નોમાં સાત સજીવ રત્ન હોય છે, અને સાત અજીવ હોય છે. તે આ પ્રકારે છેઃ-
દોહરા–સેનાપતિ ગ્રહપતિ થપિત, પ્રોહિત નાગ તુરંગ,
બનિતા મિલિ સાતૌં રતન, હૈં સજીવ સરવંગ. ૧.
ચક્ર છત્ર અસિ દંડ મણિ, ચર્મ કાંકણી નામ;
યે અજીવ સાતૌં રતન, ચક્રવર્તી કે ધામ. ૨.
૪. કવિએ ચૌદ રત્નોની સંખ્યા ત્રણ ગુણના ભેદોમાં ગણાવેલ છે. તે સમ્યગ્દર્શનના ઉપશમ,
ક્ષયોપશમ, ક્ષાયિક એ ત્રણ, જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળ એ પાંચ; અને
ચારિત્રના સામાયિક, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને સંયમાસંયમ એ છ, -
આવી રીતે બધા મળીને ચૌદ જણાય છે.