૨૧૮ સમયસાર નાટક
કરવું. ચિંતવન = ગુણોનો વિચાર કરવો. સેવન = ગુણોનું અધ્યયન કરવું.
વંદન = ગુણોની સ્તુતિ કરવી. ધ્યાન = ગુણોનું સ્મરણ કરવું. લઘુતા = ગુણોનો
ગર્વ ન કરવો. સમતા = બધા ઉપર એકસરખી દ્રષ્ટિ રાખવી. એકતા = એક
આત્માને જ પોતાનો માનવો, શરીરાદિને પર માનવા.
અર્થઃ– શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા,
એકતા-આ નવ પ્રકારની ભક્તિ છે, જે જ્ઞાની જીવ કરે છે. ૮.
જ્ઞાની જીવોનું મંતવ્ય (સવૈયા એકત્રીસા)
कोऊ अनुभवी जीव कहै मेरे अनुभौमैं,
लक्षन विभेद भिन्न करमकौ जाल है।
जानै आपा आपुकौं जु आपुकरि आपुविषैं,
उतपति नास ध्रुव धारा असराल है।।
सारे विकलप मोसौं–न्यारे सरवथा मेरौ,
निहचै सुभाव यह विवहार चाल है।
मैं तौ सुद्ध चेतन अनंत चिनमुद्रा धारी,
प्रभुता हमारी एकरूप तिहूं काल है।। ९।।
અર્થઃ– આત્માનુભવી જીવ કહે છે કે અમારા અનુભવમાં આત્મસ્વભાવથી
વિરુદ્ધ ચિહ્નોની ધારક કર્મોની જાળ અમારાથી ભિન્ન છે, તેઓ પોતે૧ પોતાને૨ પોતા
દ્વારા૩ પોતાનામાં૪ જાણે છે. દ્રવ્યની ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રિગુણ ધારા જે
મારામાં વહે છે, તે વિકલ્પો વ્યવહારનયથી છે, મારાથી સર્વથા ભિન્ન છે; હું તો
નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધ અને અનંત ચૈતન્યમૂર્તિનો ધારક છું, મારું આ સામર્થ્ય
સદા એકસરખું રહે છે-કદી ઘટતું-વધતું નથી. ૯.
_________________________________________________________________
૧. આ કર્તારૂપ છે. ૨. આ કર્મરૂપ છે. ૩. આ કરણરૂપ છે. ૪. આ અધિકરણ છે.
भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद्भेत्तुं हि यच्छक्यते
चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्।
भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि
भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।। ३।।