મોક્ષ દ્વાર ૨૧૯
આત્માના ચેતન લક્ષણનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
निराकार चेतना कहावै दरसन गुन,
साकार चेतना सुद्धज्ञान गुनसार है।
चेतना अद्वैत दोऊ चेतन दरब मांहि,
सामान विशेष सत्ताहीकौविसतार है।।
कोऊ कहै चेतना चिहन नांही आतमामैं,
चेतनाके नास होत त्रिविध विकार है।
लक्षनकौ नास सत्ता नास मूल वस्तु नास,
तातै जीव दरबकौ चेतना आधार है।। १०।।
શબ્દાર્થઃ– નિરાકાર ચેતના = જીવનો દર્શનગુણ જે આકાર આદિને જાણતો
નથી. સાકાર ચેતના = જીવનો જ્ઞાનગુણ જે આકાર આદિ સહિત જાણે છે. અદ્વૈત =
એક. સામાન્ય = જેમાં આકાર આદિનો વિકલ્પ હોતો નથી. વિશેષ = જે આકાર
આદિ સહિત જાણે છે. ચિહન (ચિહ્ન) = લક્ષણ. ત્રિવિધ = ત્રણ પ્રકારના. વિકાર
= દોષ.
અર્થઃ– ચૈતન્યપદાર્થ એકરૂપ જ છે, પણ દર્શનગુણને નિરાકાર૧ ચેતના અને
જ્ઞાનગુણને સાકાર૨ ચેતના કહે છે. ત્યાં આ સામાન્ય અને વિશેષ બન્ને એક
ચૈતન્યના જ ભેદો છે, એક જ દ્રવ્યમાં રહે છે. વૈશેષિક આદિ મતવાદીઓ આત્મામાં
_________________________________________________________________
૧-૨. પદાર્થને જાણવા પહેલાં પદાર્થના અસ્તિત્વનું જે કિંચિત્ ભાન થાય છે તે દર્શન છે, દર્શન એ
નથી જાણતું કે પદાર્થ કેવા આકાર કે રંગનો છે, તે તો સામાન્ય અસ્તિત્વ માત્ર જાણે છે તેથી
જ દર્શનગુણ નિરાકાર અને સામાન્ય છે. એમાં મહાસત્તા અર્થાત્ સામાન્ય સત્તાનો પ્રતિભાસ
થાય છે. આકાર, રંગ આદિનું જાણવું તે જ્ઞાન છે, તેથી જ્ઞાન સાકાર છે, સવિકલ્પ છે, વિશેષ
જાણે છે. એમાં અવાંતર સત્તા અર્થાત્ વિશેષ સત્તાનો પ્રતિભાસ થાય છે. (વિશેષ સમજવા માટે
‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ’ની जं सामण्णं गह्णं,’ આદિ ગાથાઓનું અધ્યયન કરવું જોઈએ.)
अद्वैतापि हि चेतना जगति चेद् द्रग्ज्ञप्तिरूपं त्यजेत्
तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्।
तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापका–
दात्मा चान्तमुपैति तेन नियतं द्रग्ज्ञप्तिरूपास्तु चित्।। ४।।