Natak Samaysar (Gujarati). Gatha: 11-12.

< Previous Page   Next Page >


Page 220 of 444
PDF/HTML Page 247 of 471

 

background image
૨૨૦ સમયસાર નાટક
ચૈતન્યગુણ માનતા નથી, તેથી તેમને જૈન મતવાદીઓનું કહેવું છે કે એ ચેતનાનો
અભાવ માનવાથી ત્રણ દોષ ઉત્પન્ન થાય છે. પ્રથમ તો લક્ષણનો નાશ થાય છે,
બીજું લક્ષણનો નાશ થવાથી સત્તાનો નાશ થાય છે, ત્રીજું સત્તાનો નાશ થવાથી
મૂળ વસ્તુનો જ નાશ થાય છે. તેથી જીવદ્રવ્યનું સ્વરૂપ જાણવા માટે ચૈતન્યનું જ
અવલંબન છે. ૧૦.
(દોહરા)
चेतन लक्षन आतमा, आतम सत्ता मांहि।
सत्तापरिमित वस्तु है,
भेद तिहूंमैं नांहि।। ११।।
અર્થઃ– આત્માનું લક્ષણ ચેતના છે અને આત્મા સત્તામાં છે, કારણ કે સત્તા-
ધર્મ વિના આત્મ-પદાર્થ સિદ્ધ થતો નથી, અને પોતાની સત્તા-પ્રમાણ વસ્તુ છે; દ્રવ્ય-
અપેક્ષાએ ત્રણેમાં ભેદ નથી એક જ છે. ૧૧.
આત્મા નિત્ય છે. (સવૈયા તેવીસા)
ज्यौं कलधौत सुनारकी संगति,
भूषन नाम कहै सब कोई।
कंचनता न मिटी तिहि हेतु,
वहै फिरि औटिकेकंचन होई।।
त्यौं यह जीव अजीव संजोग,
भयौ बहुरूपभयौनहि दोई।
चेतनता न गई कबहूं,
तिहि कारन ब्रह्म कहावत सोई।। १२।।
શબ્દાર્થઃ– કલધૌત = સોનું. ભૂષન = ઘરેણું. ઔંટત = ગાળવાથી. બ્રહ્મ =
નિત્ય આત્મા.
અર્થઃ– જેવી રીતે સોની દ્વારા ઘડવામાં આવતાં સોનું ઘરેણાંના રૂપમાં થઈ
જાય છે, પણ ગાળવાથી પાછું સોનું જ કહેવાય છે, તેવી જ રીતે આ જીવ અજીવરૂપ
કર્મના નિમિત્તે અનેક વેષ ધારણ કરે છે, પણ અન્યરૂપ થઈ જતો નથી કારણ કે
ચૈતન્યનો ગુણ કયાંય ચાલ્યો જતો નથી, એ જ કારણે જીવને સર્વ અવસ્થાઓમાં
બ્રહ્મ કહે છે. ૧૨.