૨૨૪ સમયસાર નાટક
भोग संयोग वियोग बिथा,
अवलोकि कहै यह कर्मज घेरौ।
है जिन्हकौ अनुभौ इह भांति,
सदा तिनकौं परमारथ नेरौ।। १७।।
શબ્દાર્થઃ– મંડિત = શોભિત. અખંડિત = જે છેદાતો-ભેદાતો નથી તે.
અર્થઃ– જેઓ વિચારે છે કે મારો આત્મપદાર્થ ચૈતન્યરૂપ છે, અછેદ્ય, અભેદ્ય,
શુદ્ધ અને પવિત્ર છે, જે રાગ-દ્વેષ-મોહને પુદ્ગલનું નાટક સમજે છે, જે ભોગ-
સામગ્રીના સંયોગ અને વિયોગની આપત્તિઓને જોઈને કહે છે કે આ કર્મજનિત છે-
એમાં આપણું કાંઈ નથી, એવો અનુભવ જેમને સદા રહે છે, તેમની સમીપ જ મોક્ષ
છે. ૧૭.
સમ્યગ્દ્રષ્ટિ જીવ સાધુ છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ ચોર છે. (દોહરા)
जो पुमान परधन हरै, सो अपराधी अग्य।
जो अपनौ धन व्यौहरै, सो धनपति सरवग्य।। १८।।
परकी संगतिजौ रचै, बंध बढ़ावै सोइ।
जो निज सत्तामैं मगन, सहज मुक्त सो होइ।। १९।।
શબ્દાર્થઃ– પુમાન = મનુષ્ય. પરધન હરૈ = પરદ્રવ્યને અંગીકાર કરે છે.
અગ્ય = મૂર્ખ. ધનપતિ = શાહૂકાર. રચૈ = લીન થાય.
અર્થઃ– જે મનુષ્ય પરદ્રવ્યનું હરણ કરે છે તે મૂર્ખ છે, ચોર છે; જે પોતાના
ધનનો ઉપયોગ કરે છે તે સમજણો છે, શાહૂકાર છે. ૧૮. જે પરદ્રવ્યની સંગતિમાં મગ્ન
રહે છે તે બંધની પરંપરા વધારે છે અને જે નિજસત્તામાં લીન રહે છે તે સહજમાં
જ મોક્ષ પામે છે. ૧૯.
_________________________________________________________________
परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्।
बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः।। ७।।
अनवरतमनन्तैर्बध्यते सापराधः
स्पृशति निरपराधो बंधनं नैव जातु।
नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी।। ८।।