Natak Samaysar (Gujarati). Gatha: 20-21.

< Previous Page   Next Page >


Page 225 of 444
PDF/HTML Page 252 of 471

 

background image
મોક્ષ દ્વાર ૨૨પ
ભાવાર્થઃ– લોકમાં પ્રવૃત્તિ છે કે જે બીજાનું ધન લે છે તેને અજ્ઞાની, ચોર
અથવા ડાકૂ કહેવામાં આવે છે, તે ગુનેગાર અને દંડને પાત્ર થાય છે અને જે
પોતાના ધનનો ઉપયોગ કરે છે તે મહાજન અથવા સમજદાર કહેવાય છે, તેની
પ્રશંસા કરવામાં આવે છે. તેવી જ રીતે જે જીવ પરદ્રવ્ય અર્થાત્ શરીર કે શરીરના
સંબંધી ચેતન-અચેતન પદાર્થોને પોતાના માને છે અથવા તેમાં લીન થાય છે તે
મિથ્યાત્વી છે, સંસારનું દુઃખ ભોગવે છે. અને જે નિજાત્માને પોતાનો માને છે
અથવા તેનો જ અનુભવ કરે છે, તે જ્ઞાની છે, મોક્ષનો આનંદ પામે છે.૧૮.૧૯.
દ્રવ્ય અને સત્તાનું સ્વરૂપ (દોહરા)
उपजै विनसै थिर रहै, यह तो वस्तु वखान।
जो
मरजादा वस्तुकी, सो सत्ता परवांन।। २०।।
શબ્દાર્થઃ– ઉપજૈ = ઉત્પન્ન થાય. વિનસૈ = નષ્ટ થાય. વસ્તુ = દ્રવ્ય. મર્યાદા
= સીમા, ક્ષેત્રાવગાહ. પરવાંન (પ્રમાણ) = જાણવું.
અર્થઃ– જે પર્યાયોથી ઉત્પન્ન અને નષ્ટ થાય છે પણ સ્વરૂપે સ્થિર રહે છે તેને
દ્રવ્ય કહે છે, અને દ્રવ્યના ક્ષેત્રાવગાહને સત્તા કહે છે. ૨૦.
છ દ્રવ્યની સત્તાનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
लोकालोक मान एक सत्ता है आकाश दर्व,
धर्म दर्व एक सत्ता लोक परमितिहै।
लोक परवान एक सत्ता है अधर्म दर्व,
कालके अनू असंखसत्ता अगनिति है।।
पुद्गल सुद्ध परवानुकी अनंत सत्ता,
जीवकी अनंत सत्ता न्यारी न्यारी छिति है।
कोऊ सत्ता काहूसौं न मिलि एकमेक होइ,
सबै असहाय यौं अनादिहीकी थिति है।। २१।।