મોક્ષ દ્વાર ૨૩૩
શુભ ક્રિયાઓનું સ્પષ્ટીકરણ (દોહરા)
नंदन वंदनथुति करन, श्रवन चिंतवन जाप।
पढ़न पढ़ावन उपदिसन, बहुविधि क्रिया–कलाप।। ३४।।
શબ્દાર્થઃ– નંદન = રસિક અવસ્થાનો આનંદ. વંદન = નમસ્કાર કરવા. થુતિ
(સ્તુતિ) = ગુણગાન કરવા. શ્રવન (શ્રવણ) = આત્મસ્વરૂપનો ઉપદેશ આદિ
સાંભળવા. ચિંતવન = વિચાર કરવો. જાપ = વારંવાર નામનું ઉચ્ચારણ કરવું. પઢન
= ભણવું. પઢાવન = ભણાવવું. ઉપદિસન = વ્યાખ્યાન દેવું.
અર્થઃ– આનંદ માનવો, નમસ્કાર કરવા, સ્તવન કરવું, ઉપદેશ સાંભળવો,
ધ્યાન ધરવું, જાપ જપવો, ભણવું, ભણાવવું, વ્યાખ્યાન આપવું આદિ સર્વ શુભ
ક્રિયાઓ છે. ૩૪.
શુદ્ધોપયોગમાં શુભોપયોગનો નિષેધ (દોહરા)
सुद्धातम अनुभव जहां, सुभाचार तहांनांहि।
करम करम मारग विषैं, सिव मारग सिवमांहि।। ३५।।
શબ્દાર્થઃ– શુભાચાર = શુભ પ્રવૃત્તિ. કરમ મારગ (કર્મમાર્ગ) = બંધનું
કારણ. સિવ મારગ (શિવમાર્ગ) = મોક્ષનું કારણ. સિવમાંહિ = આત્મામાં.
અર્થઃ– ઉપર કહેલી ક્રિયાઓ કરતાં કરતાં જ્યાં આત્માનો શુદ્ધ અનુભવ થઈ
જાય છે ત્યાં શુભોપયોગ રહેતો નથી; શુભ ક્રિયા કર્મબંધનું કારણ છે અને મોક્ષની
પ્રાપ્તિ આત્મ-અનુભવમાં છે. ૩પ.
વળી–(ચોપાઈ)
इहि बिधि वस्तु–व्यवस्था जैसी।
कही जिनंद कही मैं तैसी।।
जे प्रमाद–संजुत मुनिराजा।
तिनके सुभाचारसौं काजा।। ३६।।
શબ્દાર્થઃ– વસ્તુવ્યવસ્થા = પદાર્થનું સ્વરૂપ. પ્રમાદસંજુત = આત્મ-
અનુભવમાં અસાવધાન, શુભોપયોગી.