૨૩૨ સમયસાર નાટક
तेई परमारथी पुनीत नर आठौं जाम,
राम रस गाढ़ करैं यहै पाठ पढ़े हैं।। ३२।।
શબ્દાર્થઃ– ચિહુંટિ = બુદ્ધિ. ચૂનિબેકૌં = પકડવાને-ગ્રહણ કરવાને. કુકથા =
ખોટી વાર્તા-સ્ત્રીકથા આદિ. સોમદ્રષ્ટિ = ક્રોધ આદિ રહિત. અલખ = આત્મા.
અર્થઃ– જેમની બુદ્ધિ ગુણ ગ્રહણ કરવામાં ચિપિયા૧ જેવી છે, વિકથા
સાંભળવાને માટે જેમના કાન મઢેલા અર્થાત્ બહેરા છે, જેમનું ચિત્ત નિષ્કપટ છે, જે
મૃદુ ભાષણ કરે છે, જેમની ક્રોધાદિ રહિત સૌમ્યદ્રષ્ટિ છે, જે એવા કોમળ
સ્વભાવવાળા છે કે જાણે મીણના૨ જ બનેલા છે, જેમને આત્મધ્યાનની શક્તિ પ્રગટ
થઈ છે અને પરમ સમાધિ સાધવાને જેમનું ચિત્ત ઉત્સાહી રહે છે, તેઓ જ
મોક્ષમાર્ગી છે, તેઓ જ પવિત્ર છે, સદા આત્મ-અનુભવનો રસ દ્રઢ કરે છે અને
આત્મ-અનુભવનો જ પાઠ ભણે છે-અર્થાત્ આત્માનું જ રટણ લાગ્યું રહે છે. ૩૨.
સમાધિ વર્ણન (દોહરા)
राम–रसिक अर राम–रस, कहन सुननकौं दोइ।
जब समाधि परगट भई, तब दुबिधा नहि कोइ।। ३३।।
શબ્દાર્થઃ– રામ-રસિક = આત્મા. રામ-રસ = અનુભવ. સમાધિ =
આત્મામાં લીન થવું. દુવિધા = ભેદ.
અર્થઃ– આત્મા અને આત્મ-અનુભવ એ કહેવા-સાંભળવામાં બે છે, પણ
જ્યારે આત્મધ્યાન પ્રગટ થઈ જાય છે ત્યારે રસિક અને રસનો અથવા બીજો કોઈ
ભેદ રહેતો નથી.૩૩.
_________________________________________________________________
૧. જેમ ચિપિયો નાની વસ્તુ પણ ઉપાડી લે છે તે જ રીતે સૂક્ષ્મ તત્ત્વોનું પણ તેમની બુદ્ધિ ગ્રહણ કરે
છે.
૨. જેમ મીણ સહજમાં ઓગળી જાય છે અથવા વળી જાય છે તેમ તેઓ પણ થોડામાં જ કોમળ થઈ
જાય છે, તત્ત્વની વાત થોડામાં જ સમજી જાય છે, પછી હઠ કરતા નથી.
यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतम्
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्।
तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।। १०।।