Natak Samaysar (Gujarati). Gatha: 39 (Sarva Vishuddhi Dvar).

< Previous Page   Next Page >


Page 260 of 444
PDF/HTML Page 287 of 471

 

background image
૨૬૦ સમયસાર નાટક
પક્ષી પોતાના પગથી લાકડી ખૂબ મજબૂત પકડે છે અથવા જેવી રીતે ઘો જમીન
અથવા દીવાલ પકડીને ચોંટી રહે છે, તેવી જ રીતે તે પોતાની કુટેવો છોડતો નથી.
તેમાં જ અડગ રહે છે. મોહની લહેરોથી તેના ભ્રમનો છેડો મળતો નથી અર્થાત્ તેનું
મિથ્યાત્વ અનંત હોય છે, તે ચાર ગતિમાં ભટકતો થકો કરોળિયાની જેમ જાળ
વિસ્તારે છે. આવી રીતે તેની મૂર્ખાઈ અજ્ઞાનથી જૂઠા માર્ગમાં લ્હેરાય છે અને
મમતાની સાંકળોથી જકડાયેલી વધી રહી છે. ૩૮.
દુર્બુદ્ધિની પરિણતિ (સવૈયા એકત્રીસા)
बात सुनि चौंकि उठै बातहीसौं भौंकि उठै,
बातसौं नरम होइबातहीसौं अकरी।
निंदा करै साधुकी प्रसंसा करै हिंसककी,
साता मानैं प्रभुता असाता मानैं फकरी।।
मोख न सुहाइ दोष देखै तहां पैठि जाइ,
कालसौं डराइ जैसैं नाहरसौं बकरी।
ऐसी दुरबद्धि भूली झूठकै झरोखे झूली,
फूली फिरै ममता जंजीरनिसौं जकरी।। ३९।।
શબ્દાર્થઃ– ચૌંકિ ઉઠે = ઉગ્ર બની જાય. ભૌંકિ ઉઠે = કૂતરાની જેમ ભસવા
લાગે. અકરી = અકડાઈ જાય. પ્રભુતા = મોટાઈ. ફકરી (ફકીરી) = ગરીબી. કાલ
= મૃત્યુ. નાહર = વાઘ, સિંહ.
અર્થઃ– અજ્ઞાની જીવ હિતાહિતનો વિચાર કરતો નથી, વાત સાંભળતાં જ
તપી જાય છે, વાત જ સાંભળીને કૂતરાની જેમ ભસવા માંડે છે, મનને રુચે તેવી
વાત સાંભળીને નરમ થઈ જાય છે અને અણગમતી વાત હોય તો અક્કડ બની
જાય છે. મોક્ષમાર્ગી સાધુઓની નિંદા કરે છે, હિંસક અધર્મીઓની પ્રશંસા કરે છે,
શાતાના ઉદયમાં પોતાને મહાન અને અશાતાના ઉદયમાં તુચ્છ ગણે છે.
_________________________________________________________________
૧. ઘો એક પ્રકારનું પ્રાણી છે. ચોર તેને પાસે રાખે છે, જ્યારે તેમને ઊંચે મકાનોમાં ઉપર ચડવું હોય
ત્યારે તેઓ ઘોની કેડે દોરી બાંધી તેને ઉપર ફેંકે છે ત્યારે તે ઉપરની જમીન અથવા ભીંતને ખૂબ
મજબૂત પકડી લે છે અને ચોર લટકતી દોરી પકડીને ઉપર ચઢી જાય છે.