૨૭૨ સમયસાર નાટક
वस्तु सुभाव मिटै नहि क्यौंही।
तातैं खेद करैं सठ यौंही।। ५५।।
શબ્દાર્થઃ– મલ = દોષ. ઉદ્દિમ = પ્રયત્ન કયૌંહી = કોઈ પ્રકારે
અર્થઃ– વૈશેષિક આદિ બ્રહ્મની જ્ઞેયાકાર પરિણતિને દોષ માને છે અને તેને
મટાડવાનો પ્રયત્ન કરે છે, ત્યાં કોઈ પણ પ્રયત્ને વસ્તુનો સ્વભાવ મટી શકતો નથી
તેથી તે મૂર્ખ નિરર્થક જ કષ્ટ કરે છે. પપ.
વળી–(દોહરા)
मूढ़ मरम जानैं नहीं, गहै एकंत कुपक्ष।
स्यादवाद सरवंग नै, मानै दक्षप्रतक्ष।। ५६।।
અર્થઃ– અજ્ઞાનીઓ પદાર્થનું વાસ્તવિકપણું જાણતા નથી અને એકાંત કુટેવ
પકડે છે, સ્યાદ્વાદી પદાર્થના સર્વ અંગોના જ્ઞાતા છે અને પદાર્થના સર્વ ધર્મોને
સાક્ષાત્ માને છે.
ભાવાર્થઃ– સ્યાદ્વાદ જ્ઞાનની નિરાકાર અને સાકાર બન્ને પરિણતિને માને છે.
સાકાર તો તેથી કે જ્ઞાનની જ્ઞેયાકાર પરિણતિ થાય છે અને નિરાકાર એટલા માટે કે
જ્ઞાનમાં જ્ઞેયજનિત કોઈ વિકાર થતો નથી. પ૬.
સ્યાદ્વાદી સમ્યગ્દ્રષ્ટિની પ્રશંસા (દોહરા)
सुद्ध दरब अनुभौ करै, सुद्धद्रिष्टि घटमांहि।
तातैं समकितवंत नर, सहज उछेदक नांहि।। ५७।।
શબ્દાર્થઃ– ઘટ = હૃદય ઉછેદક = લોપ કરનાર
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ શુદ્ધ દ્રવ્યનો અનુભવ કરે છે અને શુદ્ધ વસ્તુ
જાણવાથી હૃદયમાં શુદ્ધ દ્રષ્ટિ રાખે છે, તેથી તેઓ સાહજિક સ્વભાવનો લોપ કરતા
નથી; અભિપ્રાય એ છે કે જ્ઞેયાકાર થવું એ જ્ઞાનનો સહજ સ્વભાવ છે. તેથી
સમ્યગ્દ્રષ્ટિ જીવના સ્વભાવનો લોપ કરતા નથી. પ૭.