સર્વવિશુદ્ધિ દ્વાર ૨૭૧
છે. વૈશેષિક આદિ અજ્ઞાની જ્ઞાનમાં આકારનો વિકલ્પ જોઈને કહે છે કે જ્ઞાનમાં
જ્ઞેયની આકૃતિ છે, તેથી જ્ઞાન સ્પષ્ટપણે અશુદ્ધ થઈ જાય છે. લોકો આ અશુદ્ધતાને
દેખતા નથી.
વિશેષઃ– જીવ પદાર્થ જ્ઞાયક છે, જ્ઞાન તેનો ગુણ છે, તે પોતાના જ્ઞાનગુણથી
જગતના છયે દ્રવ્યોને જાણે છે અને પોતાને પણ જાણે છે, તેથી જગતના સર્વ જીવ-
અજીવ પદાર્થ ને પોતે આત્મા જ્ઞેય છે, અને આત્મા સ્વ-પરને જાણવાથી જ્ઞાયક છે,
ભાવ એ છે આત્મા જ્ઞેય પણ છે, જ્ઞાયક પણ છે અને આત્મા સિવાય સર્વ પદાર્થો
જ્ઞેય છે. તેથી જ્યારે કોઈ જ્ઞેય પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે ત્યારે જ્ઞાનની
જ્ઞેયાકાર પરિણતિ થાય છે, પણ જ્ઞાન જ્ઞાન જ રહે છે જ્ઞેય થઈ જતું નથી અને જ્ઞેય
જ્ઞેય જ રહે છે, જ્ઞાન થઈ જતું નથી, ન કોઈ કોઈમાં મળે છે. જ્ઞેયના દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવ ચતુષ્ટય જુદા રહે છે અને જ્ઞાયકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચતુષ્ટય જુદા
રહે છે પરંતુ વિવેકશૂન્ય વૈશેષિક આદિ જ્ઞાનમાં જ્ઞેયની આકૃતિ જોઈને જ્ઞાનમાં
અશુદ્ધતા ઠરાવે છે. પ૩. તેઓ કહે છે કેઃ-
જ્ઞેય અને જ્ઞાન સંબંધમાં અજ્ઞાનીઓનો હેતુ (ચોપાઈ)
निराकार जोब्रह्म कहावै।
सो साकार नाम क्यौं पावै।।
ज्ञेयाकार ग्यान जबतांई।
पूरन ब्रह्म नांहि तब तांई।। ५४।।
શબ્દાર્થઃ– નિરાકાર = આકાર રહિત. બ્રહ્મ = આત્મા, ઇશ્વર. સાકાર
=આકાર સહિત. પૂરન (પૂર્ણ) = પૂરું. તાંઈ = ત્યાં સુધી.
અર્થઃ– જે નિરાકાર બ્રહ્મ છે તે સાકાર કેવી રીતે થઈ શકે? તેથી જ્યાં સુધી
જ્ઞાન જ્ઞેયાકાર રહે છે ત્યાં સુધી પૂર્ણ બ્રહ્મ થઈ શકતું નથી. પ૪.
આ વિષયમાં અજ્ઞાનીઓને સંબોધન (ચોપાઈ)
ज्ञेयाकार ब्रह्म मल मानै।
नास करनकौ उद्दिम ठानै।