Natak Samaysar (Gujarati). Gatha: 59-60.

< Previous Page   Next Page >


Page 274 of 444
PDF/HTML Page 301 of 471

 

background image
૨૭૪ સમયસાર નાટક
આત્મપદાર્થનું યથાર્થ સ્વરૂપ (સવૈયા તેવીસા)
राग विरोध उदै जबलौं तबलौं,
यह जीव मृषा मग धावै।
ग्यान जग्यौ जब चेतनकौ तब,
कर्म दसा पर रूपकहावै।।
कर्म विलेछि करै अनुभौ तहां,
मोह मिथ्यात प्रवेश न पावै।
मोह गयें उपजै सुख केवल,
सिद्ध भयौ जगमांहि न आवै।। ५९।।
શબ્દાર્થઃ– વિરોધ = દ્વેષ. મૃષા મગ = મિથ્યામાર્ગ. ધાવૈ = દોડે છે.
અર્થઃ– જ્યાં સુધી આ જીવને મિથ્યાજ્ઞાનનો ઉદય રહે છે, ત્યાં સુધી તે રાગ-
દ્વેષમાં વર્તે છે, પરંતુ જ્યારે તેને જ્ઞાનનો ઉદય થઈ જાય છે, ત્યારે તે કર્મપરિણતિને
પોતાનાથી ભિન્ન ગણે છે અને જ્યારે કર્મપરિણતિ તથા આત્મપરિણતિનું પૃથક્કરણ
કરીને આત્મ-અનુભવ કરે છે, ત્યારે મિથ્યામોહનીયને સ્થાન મળતું નથી. અને મોહ
પૂર્ણપણે નષ્ટ થતાં કેવળજ્ઞાન તથા અનંતસુખ પ્રગટ થાય છે, જેથી સિદ્ધપદની
પ્રાપ્તિ થાય છે અને પછી જન્મ-મરણરૂપ સંસારમાં આવવું પડતું નથી. પ૯.
પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ (છપ્પા છંદ)
जीव करम संजोग, सहज मिथ्यातरूप धर।
राग दोष परनति प्रभाव, जानै न आप पर।।
_________________________________________________________________
रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत्
ज्ञानं ज्ञानं भवति न पुनर्बोधतां याति बोध्यम्।
ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं
भावाभावौ भवतितिरयन् येन पूर्णस्वभावः।। २४।।
रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात्
तौ वस्तुत्वप्रणिहितद्रशा द्रश्यमानौ न किञ्चित्।
सम्यग्द्रष्टिः क्षपयतु ततस्तत्त्वद्रष्टया स्फुटन्तौ
ज्ञानज्योतिर्ज्वलति सहजं येनपूर्णाचलार्चिः।। २५।।