સર્વવિશુદ્ધિ દ્વાર ૨૭પ
तम मिथ्यात मिटि गयौ, हुवो समकित उदोत ससि।
राग दोष कछु वस्तु नांहि, छिन मांहि गये नसि।।
अनुभौ अभ्यास सुख रासि रमि,
भयौ निपुन तारन तरन।
पूरन प्रकास निहचल निरखि,
बानारसि वंदत चरन।। ६०।।
શબ્દાર્થઃ– ઉદોત = ઉદય. સસિ = શશિ (ચંદ્રમા). નિપુન = પૂર્ણ જ્ઞાતા.
તરન તારન = સંસાર સાગરથી સ્વયં તરનાર અને બીજાઓને તારનાર.
અર્થઃ– જીવાત્માનો અનાદિકાળથી કર્મોની સાથે સંબંધ છે, તેથી તે સહજ જ
મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે અને રાગ-દ્વેષ પરિણતિને કારણે સ્વ-પર સ્વરૂપને
જાણતો નથી. પણ મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ અને સમ્યક્ત્વશશિનો ઉદય થતાં
રાગ-દ્વેષનું અસ્તિત્વ રહેતું નથી-ક્ષણવારમાં નાશ પામી જાય છે, જેથી આત્મ-
અનુભવના અભ્યાસરૂપ સુખમાં લીન થઈને તારણતરણ પૂર્ણ પરમાત્મા થાય છે.
એવા પૂર્ણ પરમાત્માના નિશ્ચય-સ્વરૂપનું અવલોકન કરીને પં. બનારસીદાસજી
ચરણવંદના કરે છે. ૬૦.
રાગ–દ્વેષનું કારણ મિથ્યાત્વ છે (સવૈયા એકત્રીસા)
कोऊ सिष्य कहै स्वामी राग दोष परिनाम,
ताकौ मूल प्रेरक कहहु तुम कौनहै।
पुग्गल करम जोग किंधौं इंद्रिनिकौ भोग,
किंधौं धन किंधौं परिजन किंधौं भौन है।।
गुरु कहै छहौं दर्व अपने अपने रूप,
सबनिकौ सदा असहाई परिनौन है।
_________________________________________________________________
रागद्वेषोत्पादकं तत्त्वद्रष्टया नान्यद्द्रव्यं वीक्ष्यतेकिञ्चनापि।
सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।। २६।।