વિષયોની અભિલાષા. નિરવાચી (નિરવાચ્ય) = વચન-અગોચર. ઠકુરાઈ =
સ્વામીપણું. ધામ = ઘર. રમનહારિ = મોજ કરનારી. રસ-પંથનિકે ગ્રંથનિમૈં =
રસ-માર્ગના શાસ્ત્રોમાં. નિરબાની = ગંભીર. નૂરકી નિસાની = સૌંદર્યનું ચિહ્ન.
છે. સુબુદ્ધિ અને રાધિકા બન્ને શીલરૂપી સુધાના સમુદ્રમાં સ્નાન કરેલી છે, બન્ને
શાંતસ્વભાવવાળી સુખ આપનારી છે. જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય કરવામાં બન્ને પૂર્વ
દિશા સમાન છે, સુબુદ્ધિ આગામી વિષયભોગોની વાંછા રહિત છે, રાધિકા પણ
આગામી ભોગોની યાચના કરતી નથી. સુબુદ્ધિ આત્મસ્વરૂપમાં સારી રીતે રાચે છે,
રાધિકા પણ પતિ પ્રેમમાં લાગે છે. સુબુદ્ધિ અને રાધિકા રાણી બન્નેના સ્થાનનો
મહિમા વચન-અગોચર અર્થાત્ મહાન છે, સુબુદ્ધિનું આત્મા ઉપર સાચું સ્વામિત્વ છે,
રાધિકાની પણ પોતાના ઘર ઉપર માલિકી છે. સુબુદ્ધિ પોતાના ઘર અર્થાત્ આત્માની
સાવધાની રાખે છે, રાધિકા પણ ઘરની દેખરેખ રાખે છે. સુબુદ્ધિ પોતાના
આત્મરામમાં રમણ કરે છે, રાધિકા પોતાના પતિ કૃષ્ણની સાથે રમણ કરે છે.