૨૮૨ સમયસાર નાટક
સુબુદ્ધિનો મહિમા અધ્યાત્મરસના ગ્રંથોમાં વખાણવામાં આવ્યો છે અને રાધિકાનો
મહિમા શૃંગારરસ આદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યો છે. સુબુદ્ધિ સાધુજનો દ્વારા
આદરણીય છે, રાધિકા જ્ઞાનીઓ દ્વારા માન્ય છે. સુબુદ્ધિ અને રાધિકા બન્ને
ક્ષોભરહિત અર્થાત્ ગંભીર છે. સુબુદ્ધિ શોભાસંપન્ન છે, રાધિકા પણ કાંતિવાન છે.
આ રીતે સુબુદ્ધિને રાધિકા રાનીની ઉપમા આપવામાં આવી છે. ૭પ.
કુમતિ અને સુમતિનું કાર્ય (દોહરા)
वह कुबिजा वह राधिका, दोऊ गति मतिवानि।
वह अधिकारनि करमकी,वह विवेककी खानि।। ७६।।
અર્થઃ– કુબુદ્ધિ કુબ્જા છે, સુબુદ્ધિ રાધિકા છે, કુબુદ્ધિ સંસારમાં ભ્રમણ
કરાવનારી છે અને સુબુદ્ધિ વિવેકવાળી છે. દુર્બુદ્ધિ કર્મબંધને યોગ્ય છે અને સુબુદ્ધિ
સ્વ-પર વિવેકની ખાણ છે.૭૬.
દ્રવ્યકર્મ, ભાવકર્મ અને વિવેકનો નિર્ણય (દોહરા)
दरबकरम पुग्गल दसा, भावकरम मति वक्र।
जो सुग्यानकौ परिनमन, सो विवेक गुरु चक्र।। ७७।।
શબ્દાર્થઃ– દરબકર્મ (દ્રવ્યકર્મ) = જ્ઞાનાવરણીય આદિ. ભાવકર્મ = રાગ-દ્વેષ
આદિ. મતિ વક્ર = આત્માનો વિભાવ. ગુરુ ચક્ર = મોટો સમૂહ.
અર્થઃ– જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ પુદ્ગલની પર્યાયો છે, રાગ-દ્વેષ આદિ
ભાવકર્મ આત્માના વિભાવ છે અને સ્વ-પર વિવેકની પરિણતિ જ્ઞાનનો મોટો સમૂહ
છે. ૭૭.
કર્મના ઉદય ઉપર ચોપાટનું દ્રષ્ટાંત (કવિત્ત)
जैसैं नर खिलार चौपरिकौ,
लाभ विचारि करै चितचाउ।
धरै संवारि सारि बुधिबलसौं,
पासा जो कुछ परै सु दाउ।।