૪ સમયસાર નાટક
સમાન છે, સમસ્ત જીવો દ્વારા વંદનીય છે, જન્મ-મરણનો ભય દૂર કરનાર છે,
જેમણે મૃત્યુને જીત્યું છે, જે નરકગતિથી બચાવનાર છે, જે મહાન અને ગંભીર
સંસાર-સાગરથી તારનાર છે, અત્યંત બળવાન કામદેવના વનને બાળવા માટે ૧રુદ્રની
અગ્નિ સમાન છે, જે જીવોને બિલકુલ નીડર બનાવનાર છે, તે (પાર્શ્વનાથ ભગવાન)
નો જય હો! જય હો!! ૨.
(સવૈયા એકત્રીસા)
जिन्हिके वचन उर धारत जुगल नाग,
भए धरनिंद पदुमावति पलकमैं।
जाकी नाममहिमासौं कुधातु कनक करै,
पारस पखान नामी भयौ हैखलकमैं।।
जिन्हकी जनमपुरी–नामके प्रभाव हम,
अपनौ स्वरुप लख्यौ भानुसौ भलकमैं।
तेई प्रभु पारस महारसके दाता अब,
दीजै मोहि साता द्रगलीलाकी ललकमैं।। ३।।
શબ્દાર્થઃ– કુધાતુ=લોઢું. પારસ પખાન=પારસ પથ્થર. ખલક=જગત.
ભલક=તેજ. મહારસ=અનુભવનો સ્વાદ. સાતા=શાંતિ.
અર્થઃ– જેમની વાણી હૃદયમાં ધારણ કરીને સર્પનું જોડું ક્ષણમાત્રમાં ધરણેન્દ્ર
અને પદ્માવતી થયું, જેમના નામના પ્રતાપથી જગતમાં પથ્થર પણ પારસના નામથી
પ્રસિદ્ધ છે કે જે લોઢાને સોનું બનાવી દે છે, જેમની જન્મભૂમિના નામના પ્રભાવથી
અમે અમારું આત્મસ્વરૂપ જોયું છે-જાણે કે સૂર્યની જ્યોતિ જ પ્રગટ થઈ છે, તે
અનુભવ-રસનો સ્વાદ આપનાર પાર્શ્વનાથ જિનરાજ પોતાની પ્રિય દ્રષ્ટિથી અમને
શાંતિ આપો. ૩.
_________________________________________________________________
૧. આ વૈષ્ણવમતનું દ્રષ્ટાંત છે, તેમના મતમાં કથન છે કે મહાદેવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું અને
કામદેવને ભસ્મ કરી નાખ્યો. જોકે જૈનમતમાં આ વાર્તા પ્રમાણભૂત નથી તો પણ દ્રષ્ટાંત માત્ર
પ્રમાણ છે.