સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮પ
ता कारन ग्यानी सब जानै ज्ञेय वस्तु मर्म,
वैराग विलास धर्म वाकौ सरवंसहै।।
राग दोष मोहकी दसासौं भिन्न रहै यातैं,
सर्वथा त्रिकाल कर्म जालकौ विधुंस है।
निरुपाधि आतम समाधिमैं बिराजै तातैं,
कहिए प्रगट पूरन परम हंस है।। ८२।।
શબ્દાર્થઃ– સરવંસ (સર્વસ્વ) = પૂર્ણ સંપત્તિ. જાનૈ જ્ઞેય વસ્તુ મર્મ =
ત્યાગવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોને જાણે છે.
અર્થઃ– જ્યાં શુદ્ધ જ્ઞાનની કળાનો પ્રકાશ દેખાય છે ત્યાં તે પ્રમાણે ચારિત્રનો
અંશ રહે છે તેથી જ્ઞાની જીવ સર્વ હેય-ઉપાદેયને સમજે છે, તેમનું સર્વસ્વ
વૈરાગ્યભાવ જ રહે છે, તેઓ રાગ-દ્વેષ-મોહથી ભિન્ન રહે છે, તેથી તેમના પહેલાનાં
બાંધેલા કર્મ ખરે છે અને વર્તમાન અને ભવિષ્યમાં કર્મબંધ થતો નથી. તેઓ શુદ્ધ
આત્માની ભાવનામાં સ્થિર થાય છે, તેથી સાક્ષાત્ પૂર્ણ પરમાત્મા જ છે. ૮૨.
વળી–(દોહરા)
ग्यायक भावजहाँ तहाँ, सुद्ध चरनकी चाल।
तातैं ग्यान विराग मिलि, सिव साधै समकाल।। ८३।।
શબ્દાર્થઃ– જ્ઞાયકભાવ = આત્મસ્વરૂપનું જ્ઞાન. ચરન = ચારિત્ર. સમકાલ =
એક જ સમયમાં.
અર્થઃ– જ્યાં જ્ઞાનભાવ છે ત્યાં શુદ્ધ ચારિત્ર રહે છે, તેથી જ્ઞાન અને વૈરાગ્ય
એકસાથે મળીને મોક્ષ સાધે છે. ૮૩.
_________________________________________________________________
ज्ञानस्य संचेतनयैव नित्यं प्रकाशते ज्ञानमतीव शुद्धं।
अज्ञानसंचेतनया तु धावन् बोधस्य शुद्धिं निरुणद्धि बन्धः।। ३१।।