Natak Samaysar (Gujarati). Gatha: 84-87.

< Previous Page   Next Page >


Page 286 of 444
PDF/HTML Page 313 of 471

 

background image
૨૮૬ સમયસાર નાટક
જ્ઞાન અને ચારિત્ર ઉપર પાંગળા અને આંધળાનું દ્રષ્ટાંત (દોહરા)
जथा अंधके कंधपर, चढे पंगु नर कोइ।
वाके द्रगवाके चरन, होंहि पथिक मिलि दोइ।। ८४।।
जहाँ ग्यान किरिया मिलै, तहाँ मोख–मग सोइ।
वह जानै पदकौ
मरम, वह पदमै थिर होइ।। ८५।।
શબ્દાર્થઃ– પંગુ = લંગડો. વાકે = તેના. દ્રગ = આંખ. ચરન = પગ. પથિક
= રસ્તે ચાલનાર. ક્રિયા = ચારિત્ર. પદકૌ મરમ = આત્માનું સ્વરૂપ. પદમૈં થિર
હોઈ = આત્મામાં સ્થિર થાય.
અર્થઃ– જેવી રીતે કોઈ લંગડો મનુષ્ય આંધળાના ખભા ઉપર બેસે, તો
લંગડાની આંખો અને આંધળાના પગના સહકારથી બન્નેનું ગમન થાય છે. ૮૪.
તેવી જ રીતે જ્યાં જ્ઞાન અને ચારિત્રની એકતા છે ત્યાં મોક્ષમાર્ગ છે; જ્ઞાન આત્માનું
સ્વરૂપ જાણે છે અને ચારિત્ર આત્મામાં સ્થિર થાય છે. ૮પ.
જ્ઞાન અને ક્રિયાની પરિણતિ (દોહરા)
ग्यान जीवकी सजगता, करम जीवकी भूल।
ग्यान मोख अंकूर है, करम जगतकौ मूल।। ८६।।
ग्यान चेतनाके जगै, प्रगटै केवलराम।
कर्म चेतनामैं बसै, कर्मबंध परिनाम।। ८७।।
શબ્દાર્થઃ– સજગતા = સાવધાની. અંકૂર = છોડ. કેવલરામ = આત્માનું શુદ્ધ
સ્વરૂપ. કર્મચેતના = જ્ઞાનરહિત ભાવ. પરિનામ = ભાવ.
અર્થઃ– જ્ઞાન જીવની સાવધાનતા છે અને શુભાશુભ પરિણતિ તેને ભૂલાવે
છે. જ્ઞાન મોક્ષનું ઉત્પાદક છે અને કર્મ જન્મ-મરણરૂપ સંસારનું કારણ છે. ૮૬.
જ્ઞાનચેતનાનો ઉદય થવાથી શુદ્ધ પરમાત્મા પ્રગટ થાય છે. અને શુભાશુભ
પરિણતિથી બંધ યોગ્ય ભાવ ઉત્પન્ન થાય છે.૮૭.
_________________________________________________________________
૧. ‘સહજગતિ’ એવો પણ પાઠ છે.