સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮૭
કર્મ અને જ્ઞાનનો ભિન્ન ભિન્ન પ્રભાવ (ચોપાઈ)
जबलग ग्यानचेतना न्यारी१।
तबलग जीवविकल संसारी।।
जब घट ग्यानचेतना जागी।
तब समकिती सहज वैरागी।। ८८।।
सिद्ध समान रूप निज जानै।
पर संजोग भाव परमानै।।
सुद्धातम अनुभौ अभ्यासै।
त्रिविधि कर्मकी ममता नासै।। ८९।।
અર્થઃ– જ્યાંસુધી જ્ઞાનચેતના પોતાથી ભિન્ન છે અર્થાત્ જ્ઞાન-ચેતનાનો ઉદય
થયો નથી ત્યાં સુધી જીવ દુઃખી અને સંસારી રહે છે અને જ્યારે હૃદયમાં જ્ઞાનચેતના
જાગે છે ત્યારે તે પોતાની મેળે જ જ્ઞાની વૈરાગી થાય છે. ૮૮. તે પોતાનું સ્વરૂપ
સિદ્ધ સમાન શુદ્ધ જાણે છે અને પરના નિમિત્તે ઉત્પન્ન ભાવોને પર-સ્વરૂપ માને છે.
તે શુદ્ધ આત્માના અનુભવનો અભ્યાસ કરે છે અને ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મને
પોતાના માનતો નથી. ૮૯.
જ્ઞાનીની આલોચના (દોહરા)
ग्यानवंत अपनी कथा, कहै आपसौं आप।
मैंमिथ्यात दसाविषैं कीने बहुविधि पाप।। ९०।।
અર્થઃ– જ્ઞાની જીવ પોતાની કથા પોતાને કહે છે, કે મેં મિથ્યાત્વની દશામાં
અનેક પ્રકારના પાપ કર્યા. ૯૦.
_________________________________________________________________
૧. ‘જારી’ એવો પણ પાઠ આવે છે.
कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः।
परिहृत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे।। ३२।।
यदहमकार्षं यदहमचीकरं यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च वाचा च कायेन च तन्मिथ्या
मे दुष्कृतमिति।