Natak Samaysar (Gujarati). Gatha: 93-95.

< Previous Page   Next Page >


Page 289 of 444
PDF/HTML Page 316 of 471

 

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮૯
पाप किनि कियौ कौन करै करिहै सु कौन,
क्रियाकौ विचार सुपिनेकी दौर धूप है।। ९२।।
શબ્દાર્થઃ– અભીત = નિર્ભય. કિનિ = કોણે? સુપિને = સ્વપ્ન.
અર્થઃ– જ્ઞાનસૂર્યનો ઉદય થતાં જ જ્ઞાની એમ વિચારે છે કે મારું સ્વરૂપ
કરુણામય અને નિર્મળ છે; તેનામાં મૃત્યુની પહોંચ નથી, તે કર્મ-પરિણતિને જીતી લે
છે, તે યોગ-સમૂહથી
નિર્ભય છે, તેનો મહિમા અપરંપાર છે, આ જગતની જંજાળ
મોહજનિત છે, હું તો સંસાર અર્થાત્ જન્મ-મરણથી રહિત છું અને શુભાશુભ પ્રવૃત્તિ
અંધ-કૂપ સમાન છે. કોણે પાપ કર્યા? પાપ કોણ કરે છે? પાપ કોણ કરશે? આ
જાતની ક્રિયાનો વિચાર જ્ઞાનીને સ્વપ્નની જેમ મિથ્યા દેખાય છે.
કર્મ–પ્રપંચ મિથ્યા છે. (દોહરા)
मैं कीनौं मैं यौं करौं, अब यह मेरौ काम।
मन वच कायामैं बसै, एमिथ्या परिणाम।। ९३।।
मनवचकाया करमफल, करम–दसा जड़ अंग।
दरबित पुग्गल
पिंडमय, भावित भरम तरंग।। ९४।।
तातैं आतम धरमसौं, करम सुभाउ अपूठ।
कौनकरावै कौ करै, कोसल है सब झूठ।। ९५।।
શબ્દાર્થઃ– અપૂઠ = અજાણ. કોસલ (કૌશલ) = ચતુરાઈ.
અર્થઃ– મેં આ કર્યું, હવે આમ કરીશ, આ મારું કાર્ય છે, આ સર્વ મિથ્યાભાવ
મન-વચન-કાયમાં નિવાસ કરે છે. ૯૩. મન-વચન-કાયા કર્મ-જનિત છે, કર્મ-
પરિણતિ જડ છે, દ્રવ્યકર્મ પુદ્ગલના પિંડ છે અને ભાવકર્મ અજ્ઞાનની લહેર છે. ૯૪.
આત્માથી કર્મસ્વભાવ વિપરીત છે, તેથી કર્મ કોણ કરાવે? કોણ કરે? આ બધી
ચતુરાઈ મિથ્યા છે. ૯પ.
_________________________________________________________________
૧. એ જાણે છે કે મન, વચન, કાયાના યોગ પુદ્ગલના છે, મારા સ્વરૂપને બગાડી શકતા નથી.
न करोमि न कारयामि न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च वाचा च कायेन चेति।