૨૯૨ સમયસાર નાટક
વળી–(ચોપાઇ)
मैं त्रिकाल करनीसौं न्यारा।
चिदविलास पद जग उजयारा।।
राग विरोध मोह मम नांही।
मेरौ अवलंबन मुझमांही।। १००।।
અર્થઃ– હું સદૈવ કર્મથી ભિન્ન છું, મારો ચૈતન્ય પદાર્થ જગતનો પ્રકાશક૧ છે,
રાગ-દ્વેષ-મોહ મારા નથી, મારું સ્વરૂપ મારામાં જ છે. ૧૦૦.
(સવૈયા તેવીસા)
सम्यकवंत कहै अपने गुन,
मैं नित राग विरोधसौं रीतौ।
मैं करतूति करूं निरवंछक,
मोहि विषैरस लागत तीतौ।।
सुद्ध सुचेतनकौ अनुभौ करि,
मैं जग मोह महा भट जीतौ।
मोख समीप भयौ अब मोकहुँ,
काल अनंत इहीं विधि बीतौ।। १०१।।
શબ્દાર્થઃ– રીતૌ = રહિત. મોહિ = મને. તીતૌ (તિક્ત) = તીખો.
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ વિચારે છે કે હું સદા રાગ-દ્વેષ-મોહથી
રહિત છું, હું લૌકિક ક્રિયાઓ ઇચ્છા વિના કરું છું, મને વિષયરસ તીખો લાગે છે, મેં
જગતમાં શુદ્ધ આત્માનો અનુભવ કરીને મોહરૂપી મહાયોદ્ધાને જીત્યો છે, મોક્ષ તદ્ન
મારી સમીપ થયો છે, હવે મારો અનંતકાળ આ જ રીતે પસાર થાવ. ૧૦૧.
_________________________________________________________________
૧. જો જ્ઞાન ઢંકાઈ જાય, તો સમસ્ત સંસાર અંધકારમય જ છે.
विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव।
संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।। २७।।