૬ સમયસાર નાટક
અર્થઃ– જે જ્ઞાનના પ્રકાશક છે, ૧ સહજ આત્મસુખના સમુદ્ર છે, સમ્યકત્વાદિ
ગુણરત્નોની ખાણ છે, વૈરાગ્યરસથી પરિપૂર્ણ છે, કોઈનો આશ્રય ઈચ્છતા નથી,
મૃત્યુથી ડરતા નથી, ઈન્દ્રિય-વિષયોથી વિરક્ત થઈને ચારિત્રનું પાલન કરે છે,
જેમનાથી ધર્મની શોભા છે, જે મિથ્યાત્વનો નાશ કરનાર છે, જે કર્મો સાથે અત્યંત
શાંતિથી ૨લડે છે; એવા સાધુ મહાત્મા જે પૃથ્વી ઉપર શોભાયમાન છે તેમનાં ૩દર્શન
કરને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. પ.
સમ્યગ્દ્રષ્ટિની સ્તુતિ. સવૈયા છંદ (૮ ભગણ)
भेदविज्ञान जग्यौ जिन्हके घट,
सीतल चित भयौ जिम चंदन।
केलि करै सिव मारगमैं,
जग माहिंजिनेसुरके लघु नंदन।।
सत्यसरूप सदा जिन्हकै,
प्रगटयौ अवदात मिथ्यातनिकंदन।
सांतदसा तिन्हकी पहिचानि,
करैकर जोरि बनारसि वंदन।। ६।।
શબ્દાર્થઃ– ભેદજ્ઞાન=નિજ અને પરનો વિવેક. કેલિ=મોજ. લઘુનંદન=નાના
પુત્ર. અવદાત = સ્વચ્છ. મિથ્યાત-નિકંદન = મિથ્યાત્વનો નાશ કરનાર.
અર્થઃ– જેમના હૃદયમાં નિજ-પરનો વિવેક પ્રગટ થયો છે, જેમનું ચિત્ત ચંદન
સમાન શીતળ છે અર્થાત્ કષાયોનો આતાપ નથી અને નિજ-પર વિવેક થવાથી જે
મોક્ષમાર્ગમાં મોજ કરે છે, જે સંસારમાં અરહંતદેવના લઘુપુત્ર છે અર્થાત્ થોડા જ
સમયમાં અરહંતપદ પ્રાપ્ત કરનાર છે, જેમને મિથ્યાદર્શનનો નાશ કરનાર નિર્મળ
સમ્યગ્દર્શન પ્રગટ થયું છે; તે સમ્યગ્દ્રષ્ટિ જીવોની આનંદમય અવસ્થાનો નિશ્ચય કરીને
પં. બનારસીદાસજી હાથ જોડીને નમસ્કાર કરે છે. ૬.
_________________________________________________________________
૧. જે આત્મજનિત છે, કોઈ દ્વારા ઉત્પન્ન થતું નથી. ૨. આ કર્મોની લડાઈ ક્રોધ આદિ કષાયોના ઉદ્વેગ
રહિત હોય છે. ૩. હૃદયમાં દર્શન કરવાનો અભિપ્રાય છે.