મંગલાચરણ ૭
(સવૈયા એકત્રીસા)
स्वारथके साचे परमारथके साचे चित,
साचे साचे बैन कहैं साचेजैनमती हैं।
काहूके विरुद्धि नाहि परजाय–बुद्धि नाहि,
आतमगवेषी न गृहस्थ हैं न जती हैं।।
सिद्धि रिद्धि वृद्धि दीसे घटमैं प्रगट सदा,
अंतरकी लच्छिसौं अजाची लच्छपती हैं।
दास भगवन्तके उदास रहैं जगतसौं,
सुखियासदैव ऐसे जीव समकिती हैं।। ७।।
શબ્દાર્થઃ– સ્વારથ=(સ્વાર્થ, સ્વ= આત્મા, અર્થ=પદાર્થ) આત્મપદાર્થ.
પરમારથ (૧પરમાર્થ) = પરમ અર્થ અર્થાત્ મોક્ષ. પરજાય (પર્યાય) =શરીર.
લચ્છિ = લક્ષ્મી. અજાચી = ન માગનાર
અર્થઃ– જેમને પોતાના આત્માનું સાચું જ્ઞાન છે અને મોક્ષ પદાર્થ ઉપર સાચો
પ્રેમ છે, જે હૃદયના સાચા છે અને સત્ય વચન બોલે છે તથા સાચા જૈની૨ છે,
કોઈની સાથે જેમને
૩વિરોધ નથી, શરીરમાં જેમને અહંબુદ્ધિ નથી, જે આત્મસ્વરૂપના શોધક છે,
અણુવ્રતી નથી કે મહાવ્રતી નથી૪, જેમને સદૈવ પોતાના જ હૃદયમાં આત્મહિતની
સિદ્ધિ, આત્મશક્તિની રિદ્ધિ અને આત્મગુણોની વૃદ્ધિ પ્રગટ દેખાય છે, જે અંતરંગ
લક્ષ્મીથી અયાચી લક્ષપતિ અર્થાત્ સંપન્ન છે, જે જિનરાજના સેવક છે, સંસારથી
ઉદાસીન છે, જે આત્મિક સુખથી સદા આનંદરૂપ રહે છે, એ ગુણોના ધારક
સમ્યગ્દ્રષ્ટિ જીવ હોય છે. ૭.
_________________________________________________________________
૧. જૈનધર્મમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ-એ ચાર પદાર્થ કહ્યા છે, તેમાં મોક્ષ પરમ પદાર્થ છે.
૨. જિનવરનાં વચનો પર જેમનો અટલ વિશ્વાસ છે.
૩. સમસ્ત નયોના જ્ઞાતા હોવાથી એમના જ્ઞાનમાં કોઈ પણ સમ્યક્ વિવક્ષાનો વિરોધ ભાસતો નથી.
૪. અહીં અસંયત સમ્યગ્દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે જેમને “ચરિતમોહવશ લેશ ન સંયમ, પૈ
સુરનાથ જજૈ હૈં.”