સર્વવિશુદ્ધિ દ્વાર ૩૦૯
નાશ કરવો તે રૌદ્ર રસ છે, શરીરની અશુચિનો વિચાર કરવો તે બીભત્સ રસ છે,
જન્મ-મરણ આદિનું દુઃખ ચિંતવવું તે ભયાનક રસ છે, આત્માની અનંત શક્તિનું
ચિંતવન કરવું તે અદ્ભુત રસ છે, દ્રઢ વૈરાગ્ય ધારણ કરવો તે શાંત રસ છે. જ્યારે
હૃદયમાં સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આ રીતે નવરસનો વિલાસ પ્રકાશિત થાય
છે. ૧૩પ.
(ચોપાઈ)
जब सुबोध घटमैं परगासै।
तब रस विरस विषमता नासै।।
नव रस लखै एक रस मांही।
तातैं विरस भाव मिटि जांही।। १३६।।
શબ્દાર્થઃ– સુબોધ = સમ્યગ્જ્ઞાન. વિષમતા = ભેદ.
અર્થઃ– જ્યારે હૃદયમાં સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે રસ-વિરસનો ભેદ
મટી જાય છે. એક જ રસમાં નવ રસ દેખાય છે, તેથી વિરસભાવ નષ્ટ થઈને એક
શાંત રસમાં જ આત્મા વિશ્રામ લે છે. ૧૩૬.
(દોહરા)
सबरसगर्भित मूल रस, नाटक नाम गरंथ।
जाके सुनत प्रवांन जिय, समुझै पंथ कुपंथ।। १३७।।
શબ્દાર્થઃ– મૂલ રસ = પ્રધાનરસ. કુપંથ = મિથ્યામાર્ગ.
અર્થઃ– આ નાટક સમયસાર ગ્રંથ સર્વ રસોથી ગર્ભિત આત્માનુભવરૂપ મૂળ
રસમય છે, તે સાંભળતા જ જીવ સન્માર્ગ અને ઉન્માર્ગને સમજી જાય છે. ૧૩૭.
(ચોપાઈ)
वरतै ग्रंथ जगत हित काजा।
प्रगटे अमृतचंद्र मुनिराजा।।
तब तिन्हि ग्रंथ जानि अति नीका।
रची बनाई संसकृत टीका।। १३८।।