કેવી રીતે મળશે? તેથી સ્પષ્ટ છે કે જ્ઞાન-વૈરાગ્યની જોડી છે. ક્રિયાના ફળમાં લીન
થવાનો જૈનમતમાં કાંઈ મહિમા નથી, તેને “કરની હિત હરની સદા, મુકતિ વિતરની
નાંહિ” કહ્યું છે. તેથી જ્ઞાનીઓ જ્ઞાનગોચર અને જ્ઞાનસ્વરૂપ આત્માનો જ અનુભવ
કરે છે.
છે, દર્શન સમાન નિર્વિકલ્પ નથી, અર્થાત્ જ્ઞાન જ્ઞેયના આકાર આદિનો વિકલ્પ કરે
છે કે આ નાનું છે, આ મોટું છે, વાંકું છે, સીધું છે, ઊંચું છે, નીચું છે, ગોળ છે,
ત્રિકોણ છે, મીઠું છે, કડવું છે, સાધક છે, બાધક છે, હેય છે, ઉપાદેય છે, ઇત્યાદિ.
પરંતુ જ્ઞાન જ્ઞાન જ રહે છે, જ્ઞેયનું જ્ઞાયક હોવાથી અથવા જ્ઞેયાકારે પરિણમવાથી
જ્ઞેયરૂપ થતું નથી, પરંતુ જ્ઞાનમાં જ્ઞેયની આકૃતિ પ્રતિબિંબિત થવાથી અથવા તેમાં
આકાર આદિનો વિકલ્પ થવાથી અજ્ઞાનીઓ જ્ઞાનનો દોષ સમજે છે અને કહે છે કે
જ્યારે આ જ્ઞાનની સવિકલ્પતા મટી જશે-અર્થાત્ આત્મા શૂન્ય જડ જેવો થઈ જશે,
ત્યારે જ્ઞાન નિર્દોષ થશે, પરંતુ ‘વસ્તુભાવ મિટૈ નહિ કયોંહી’ની નીતિથી તેમનો
વિચાર નિષ્ફળ છે. ઘણુંખરું જોવામાં આવ્યું છે કે આપણે કાંઈ ને કાંઈ ચિંતવન કર્યા
જ કરીએ છીએ, તેનાથી ખેદખિન્ન થયા કરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે આ
ચિંતવન ન થયા કરે. એ માટે આપણો અનુભવ એવો છે કે ચેતયિતા ચેતન તો
ચેતતો જ રહે છે, ચેતતો હતો અને ચેતતો રહેશે, તેનો ચેતના સ્વભાવ મટી શકતો
નથી. “તાતૈં ખેદ કરૈં સઠ યોંહી”ની નીતિથી ખિન્નતા પ્રતીત થાય છે, માટે
ચિંતવન, ધર્મ-ધ્યાન અને મંદકષાયરૂપ થવું જોઈએ. એમ કરવાથી ઘણી શાંતિ મળે
છે તથા સ્વભાવનો સ્વાદ મળવાથી સાંસારિક સંતાપ સતાવી શકતા નથી, તેથી સદા
સાવધાન રહીને ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ-સંયોગ પરિગ્રહ-સંગ્રહ આદિને અત્યંત ગૌણ
કરીને નિર્ભય, નિરાકુળ, નિગમ, નિર્ભેદ આત્માના અનુભવનો અભ્યાસ કરવો
જોઈએ.