૩૧૮ સમયસાર નાટક
जौलौं ज्ञेय तौलौं ग्यान सर्व दर्वमैं विग्यान,
ज्ञेय क्षेत्र मान ग्यान जीव वस्तु नांही है।।
देह नसै जीव नसै देह उपजत लसै,
आतमा अचेतना है सत्ता अंस मांही है।
जीव छिनभंगुर अग्यायक सहजरूपी१ ग्यान,
ऐसी ऐसी एकान्त अवस्था मूढ पांही है।। १२।।
અર્થઃ– (૧) જ્ઞેય, (૨) ત્રૈલોકયમય, (૩) અનેક જ્ઞાન, (૪) જ્ઞેયનું
પ્રતિબિંબ, (પ) જ્ઞેય કાળ, (૬) દ્રવ્યમય જ્ઞાન, (૭) ક્ષેત્રયુત જ્ઞાન, (૮) જીવ
નાસ્તિ, (૯) જીવ વિનાશ, (૧૦) જીવ ઉત્પાદ, (૧૧) આત્મા અચેતન, (૧૨)
સત્તા અંશ, (૧૩) ક્ષણભંગુર અને (૧૪) અજ્ઞાયક. આવી રીતે ચૌદ નય છે. જે
કોઈ એક નયનું ગ્રહણ કરે અને બાકીનાને છોડે, તે એકાંતી મિથ્યાદ્રષ્ટિ છે.
(૧) જ્ઞેય-એક પક્ષ એ છે કે જ્ઞાન માટે જ્ઞેય કારણ છે.
(૨) ત્રૈલોકય પ્રમાણ-એક પક્ષ એ છે કે આત્મા ત્રણ લોક બરાબર છે.
(૩) અનેક જ્ઞાન-એક પક્ષ એ છે કે જ્ઞેયમાં અનેકતા હોવાથી જ્ઞાન પણ અનેક છે.
(૪) જ્ઞેયનું પ્રતિબિંબ-એક પક્ષ એ છે કે જ્ઞાનમાં જ્ઞેય પ્રતિબિંબિત થાય છે.
(પ) જ્ઞેય કાળ-એક પક્ષ એ છે કે જ્યાં સુધી જ્ઞેય છે ત્યાં સુધી જ્ઞાન છે જ્ઞેયનો
નાશ થવાથી જ્ઞાનનો પણ નાશ છે.
(૬) દ્રવ્યમય જ્ઞાન-એક પક્ષ એ છે કે સર્વ દ્રવ્ય બ્રહ્મથી અભિન્ન છે, તેથી બધા
પદાર્થો જ્ઞાનરૂપ છે.
(૭) ક્ષેત્રયુત જ્ઞાન-એક પક્ષ એ છે કે જ્ઞેયના ક્ષેત્ર બરાબર જ્ઞાન છે એનાથી બહાર
નથી.
_________________________________________________________________
૧. ‘सुरूपी ज्ञान’ એવો પણ પાઠ છે.