Natak Samaysar (Gujarati). Gatha: 5 (Sadhya Sadhak Dvar).

< Previous Page   Next Page >


Page 337 of 444
PDF/HTML Page 364 of 471

 

background image
સાધ્ય-સાધક દ્વાર ૩૩૭
શબ્દાર્થઃ– અધઃકરણ = જે કરણમાં (પરિણામ-સમૂહમાં)
ઉપરિતનસમયવર્તી તથા અધસ્તનસમયવર્તી જીવોના પરિણામ સદ્રશ તથા વિસદ્રશ
હોય.
અપૂર્વકરણ = જે કરણમાં ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ પરિણામ થતા જાય, આ
કરણમાં ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદ્રશ જ રહે છે અને એક
સમયવર્તી જીવોના પરિણામ સદ્રશ પણ રહે છે અને વિસદ્રશ પણ રહે છે.
અનિવૃત્તિકરણ = જે કરણમાં ભિન્નસમયવર્તી જીવોના પરિણામ વિસદ્રશ જ હોય
અને એકસમયવર્તી જીવોના પરિણામ સદ્રશ જ હોય. બોહની (બોધની) = ઉપદેશ.
ખપીં = સમૂળ નાશ પામી. કિંવા = અથવા. સોહની = શોભાયમાન. અરોહની =
ચડવાની.
અર્થઃ– જે જીવને અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણરૂપ
કરણલબ્ધિની પ્રાપ્તિ થઈ છે અને શ્રીગુરુનો સત્ય ઉપદેશ મળ્‌યો છે, જેની
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વમોહનીય-
એવી સાત પ્રકૃતિઓનો સર્વથા ક્ષય અથવા ઉપશમ થયો છે અથવા અંતરંગમાં
સમ્યગ્દર્શનના સુંદર કિરણો જાગૃત થયા છે તે જ જીવ સમ્યગ્દ્રષ્ટિ-મોક્ષનો સાધક
કહેવાય છે. તેના અંતર અને બાહ્ય, સર્વ અંગમાં ગુણસ્થાન ચઢવાની શક્તિ પ્રગટ
થાય છે. ૪.
(સોરઠા)
जाके मुकति समीप, भई भवस्थिति घट गई।
ताकी
मनसा सीप, सुगुरु मेघ मुक्ता वचन।। ५।।
શબ્દાર્થઃ– ભવસ્થિતિ = ભવ-ભ્રમણનો કાળ. મુક્તા = મોતી.
અર્થઃ– જેની ભવસ્થિતિ ઘટી જવાથી અર્થાત્ કિંચિત્ ન્યૂન
અર્ધપુદ્ગલપરાવર્તનકાળ માત્ર શેષ રહેવાથી મોક્ષ અવસ્થા સમીપ આવી ગઈ છે,
તેના મનરૂપ છીપમાં સદ્ગુરુ મેઘરૂપ અને તેમના વચન મોતીરૂપ પરિણમન કરે છે.
ભાવ એ છે કે આવા જીવોને જ શ્રીગુરુના વચનો રુચિકર થાય છે. પ.
_________________________________________________________________
૧-૨-૩. એને વિશેષપણે સમજવા માટે ગોમ્મટસાર જીવકાંડનું અધ્યયન કરવું જોઈએ. અને સુશીલા
ઉપન્યાસના પૃ. ૨૪૭ થી ૨૬૩ સુધીના પૃષ્ઠોમાં એનું વિસ્તારથી વર્ણન છે.
૪. આ ત્રણે કરણોના પરિણામ પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતા સહિત હોય છે.