Natak Samaysar (Gujarati). Gatha: 6-7.

< Previous Page   Next Page >


Page 338 of 444
PDF/HTML Page 365 of 471

 

background image
૩૩૮ સમયસાર નાટક
સદ્ગુરુને મેઘની ઉષમા (દોહરા)
ज्यौं वरषै वरषा समै, मेघ अखंडित धार।
त्यौं सदगुरु वानी खिरै, जगत जीव हितकार।। ६।।
શબ્દાર્થઃ– અખંડિત ધાર = સતત. વાની (વાણી) = વચનો.
અર્થઃ– જેવી રીતે ચોમાસામાં વરસાદની ધારાપ્રવાહ વૃષ્ટિ થાય છે, તેવી જ
રીતે શ્રી ગુરુનો ઉપદેશ સંસારી જીવોને હિતકારી થાય છે.
ભાવાર્થઃ– જેવી રીતે જળવૃદ્ધિ જગતને હિતકારી છે તેવી જ રીતે સદ્ગુરુની
વાણી સર્વ જીવોને હિતકારી છે. ૬.
ધન–સંપત્તિથી મોહ દૂર કરવાનો ઉપાય (સવૈયા તેવીસા)
चेतनजी तुम जागि विलोकहु,
लागी रहे कहामायाके तांई।
आए कहींसौं कहीं तुम जाहुगे,
माया रमेगी जहांकी तहांई।।
माया तुम्हारी न जाति न पांति न,
वंसकी वेलि न अंसकीझांई।
दासी कियै विनु लातनि मारत,
ऐसी अनीति न कीजै गुसांई।। ७।।
શબ્દાર્થઃ– વિલોકહુ = જુઓ. માયા = ધન-સંપત્તિ. ઝાંઈ = પડછાયો-
પ્રતિબિંબ. દાસી = નોકરડી. ગુંસાઈ = મહંત.
અર્થઃ– હે આત્મન્! તમે મોહનિદ્રા છોડીને સાવધાન થાવ, અને જુઓ, તમે
ધન-સંપત્તિરૂપ માયામાં કેમ ભૂલી રહ્યા છો? તમે કયાંથી આવ્યા છો અને કયાં
ચાલ્યા જશો અને દોલત જ્યાંની ત્યાં પડી રહેશે. લક્ષ્મી તમારી નાત-જાતની નથી,
વંશ-પરંપરાની નથી, બીજું તો શું? તમારા એક પ્રદેશનું પણ પ્રતિરૂપ નથી. જો
એને તમે નોકરડી બનાવીને ન રાખી તો એ તમને લાત મારશે, માટે મહાન થઈને
તમારે આવો અન્યાય કરવો યોગ્ય નથી. ૭.