સાધ્ય-સાધક દ્વાર ૩૩૯
વળી–(દોહરા)
माया छाया एक है, घटै बढ़ै छिनमांहि।
इन्हकी संगति जे लगैं, तिन्हहिं कहूं सुख नांहि।। ८।।
અર્થઃ– લક્ષ્મી અને છાયા એકસરખી છે, ક્ષણમાં વધે છે અને ક્ષણમાં ઘટે છે,
જે એના સંગમાં જોડાય છે અર્થાત્ સ્નેહ કરે છે, તેમને કદી ચેન પડતું નથી. ૮.
કુટુંબી વગેરેનો મોહ દૂર કરવાનો ઉપદેશ (સવૈયા તેવીસા)
लोकनिसौं कछु नातौ न तेरौ न,
तोसौं कछु इह लोककौ नातौ।
ए तौ रहै रमि स्वारथके रस,
तू परमारथके रस मातौ।।
ये तनसौं तनमै तनसे जड़,
चेतन तू तिनसौं नित हांतौ।
होहु सुखी अपनौ बल फेरिकै,
तोरिकै राग विरोधकौतांतौ।। ९।।
શબ્દાર્થઃ– લોકનિસૌં = કુટુંબ આદિ માણસોથી. નાતૌ = સંબંધ. રહે રમિ =
લીન થયા. પરમારથ = આત્મહિત. માતૌ = મસ્ત. તનમૈ (તન્મય) = લીન. હાંતૌ
= ભિન્ન. ફેરિકૈ = પ્રગટ કરીને. તોરિકૈ = તોડીને. તાંતૌ (તંતુ) = દોરો.
અર્થઃ– હે જીવ! કુટુંબી આદિ લોકોનો તારી સાથે કાંઈ સંબંધ નથી, અને ન
તારું એમની સાથે કાંઈ આ લોક સંબંધી પ્રયોજન છે, એ તો પોતાના સ્વાર્થ માટે
તારા શરીર ઉપર પ્રેમ રાખે છે અને તું તારા આત્મહિતમાં મગ્ન થા. એ લોકો
શરીરમાં તન્મય થઈ રહ્યા છે, તેથી શરીરના જેવા જ જડબુદ્ધિ છે અને તું ચૈતન્ય
છો, એમનાથી જુદો છો તેથી રાગ-દ્વેષનો સંબંધ તોડીને પોતાનું આત્મબળ પ્રગટ કર
અને સુખી થા. ૯.