૩૪૦ સમયસાર નાટક
ઇન્દ્રાદિ ઊંચ પદની ઇચ્છા અજ્ઞાન છે (સોરઠા)
जे दुरबुद्धि जीव, तेउतंग पदवी चहैं।
जे समरसी सदीव, तिनकौं कछू न चाहिये।। १०।।
અર્થઃ– જે અજ્ઞાની જીવ છે તે ઇન્દ્રાદિ ઊંચ પદની અભિલાષા કરે છે, પરંતુ
જે સદા સમતારસના રસિયા છે, તે સંસાર સંબંધી કોઈ પણ વસ્તુ ઇચ્છતા નથી.
૧૦.
માત્ર સમતાભાવમાં જ સુખ છે (સવૈયા એકત્રીસા)
हांसीमैं विषाद बसै विद्यामैं विवाद बसै,
कायामैं मरन गुरु वर्तनमैं हीनता।
सुचिमैं गिलानि बसै प्रापतिमैं हानि बसै,
जैमैं हारि सुंदर दसामैं छबि छीनता।।
रोग बसै भोगमैं संजोगमैं वियोग बसै,
१गुनमैं गरब बसै सेवा मांहीहीनता।
और जग रीति जेती गर्भित असाता सेती,
साताकी सहेली है अकेली उदासीनता।। ११।।
શબ્દાર્થઃ– વિષાદ = રંજ, ખેદ. વિવાદ = ઉત્તર-પ્રત્યુત્તર. છબિ = કાંતિ.
છીનતા = તંગી, ઓછપ. ગરબ = ઘમંડ. સાતા = સુખ. સહેલી = સાથ આપનાર.
અર્થઃ– જો હાસ્યમાં સુખ માનવામાં આવે તો હાસ્યમાં લડાઈ થવાનો સંભવ
છે, જો વિદ્યામાં સુખ માનવામાં આવે તો વિદ્યામાં વિવાદનો નિવાસ છે, જો શરીરમાં
સુખ માનવામાં આવે તો જે જન્મે છે તે અવશ્ય મરે છે, જો મોટાઈમાં સુખ
માનવામાં આવે તો તેમાં નીચપણાનો વાસ છે, જો ૨પવિત્રતામાં સુખ માનવામાં
આવે તો પવિત્રતામાં ગ્લાનિનો વાસ છે, જો લાભમાં સુખ માનવામાં આવે તો જ્યાં
નફો છે ત્યાં નુકસાન પણ છે, જો જીતમાં સુખ માનવામાં આવે
_________________________________________________________________
૧. ‘પ્રીતિમાં અપ્રીતિ’ એવો પાઠ પણ છે.
૨. લૌકિક પવિત્રતા નિત્ય નથી, તેનો નાશ થતાં મલિનતા આવી જાય છે.